12મી ફેબ્રુઆરીએ મોરબીમાં સામૂહિક સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે

- text


મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતી નિમિત્તે રામોજી ફાર્મ ખાતે સ્પર્ધાનું આયોજન

મોરબીઃ આગામી તારીખ 12 ફેબ્રુઆરી ને રવિવારના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતી નિમિત્તે મોરબીમાં સામૂહિક સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા મોરબીના રવાપર કેનાલ રોડ પર આવેલા રામોજી ફાર્મ ખાતે યોજાશે.

મોરબી જિલ્લાના વિવિધ મહાન વ્યક્તિત્વનો પરિચય આજના વિદ્યાર્થી, યુવાનો, માતા-પિતા અને જિલ્લાના દરેક નાગરિકને વધુ સારી રીતે મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે મોરબી જિલ્લાની સામૂહિક સૂર્ય નમસ્કાર સ્પર્ધા-2023નું આયોજન 12 ફેબ્રુઆરીએ રામોજી ફાર્મ ખાતે સવારે 6-30 કલાકે કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા ભાઈઓ-બહેનોના અલગ અલગ વયજૂથ પ્રમાણે પાંચ વિભાગમાં યોજાશે. જેમાં વિભાગ-એ 11 થી 13 વર્ષ, વિભાગ-બી 14 થી 18 વર્ષ, વિભાગ-સી 19 થી 30 વર્ષ, વિભાગ-ડી 31 થી 40 વર્ષ અને વિભાગ-ઈ 41 કે તેથી વધુના માટે રહેશે. દરેક વિભાગમાં સૌથી વધુ સૂર્ય નમસ્કાર કરનાર 1 થી 3 નંબરને ટ્રોફી, પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવશે. જ્યારે 4 થી 10 નંબર પર આવનારને પુરસ્કાર અને પ્રમાણપત્ર અપાશે. સાથે જ ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે.

- text

સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવા અને વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરવા જણાવાયું છે https://forms.gle/AdVdWKdafqfQ5G8W7 .. રજિસ્ટ્રેશન ફી 150 રૂપિયા રાખવામાં આવી છે. જે ગુગલ પેના માધ્યમથી 9409663627 નંબર પર મોકલવાની રહેશે. વધુ માહિતી માટે મોરબી- વાલજીભાઈ ડાભી- 9586282527, ચાંદનીબેન ધોરિયાણી- 7698485084, મયુરભાઈ કારિયા- 9998449051, મનીષાબેન રાચ્છ- 9429978876, દિલીપભાઈ કંઝારીયા- 9979010755, ટંકારા- કંચનબેન સારેસા- 9558926180, વાંકાનેર- દિપાલીબેન આચાર્ય- 9265256365નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text