હળવદના સાપકડા ગામે રામજી મંદિરના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ 

- text


હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે રામજી મંદિરના લાભાર્થે શ્રી રામ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જય સિદ્ધનાથ ઈલેવન સાપકડાની ટીમ ફાઈનલમાં વિજેતા બની હતી.

જુના તથા નવા સાપકડા ગામ દ્વારા રામજી મંદિરના લાભાર્થે શ્રી રામ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ચરમારીયા દાદાના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ 64 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઈનલ મેચમાં જય સિદ્ધનાથ ઈલેવન સાપકડા અને શક્તિ સ્પોર્ટ્સ હળવદની ટીમ આમને-સામને ટકરાઈ હતી. જેમાં જય સિદ્ધનાથ ઈલેવન સાપકડાની ટીમે મુકાબલો જીતીને ટુર્નામેન્ટ જીતી લીધી હતી. આ ટુર્નામેન્ટ નિહાળવા માટે જય સિદ્ધનાથ ઈલેવન સાપકડાના સ્પોન્સર મહિપતભાઈ દલવાડી, ચંદુભાઈ દલવાડી, લક્ષ્મણભાઈ દલવાડી, અરવિંદભાઈ દલવાડી, મયુરભાઈ દલવાડી, જયંતીભાઈ દલવાડી, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, સાપકડાના સરપંચ નટુભાઈ કણઝરીયા, ટીડીઓ તથા સાપકડાના તલાટી પ્રવિણભાઈ કણઝરીયા અને ગામના તમામ લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text