મહેશ હોટલ સીલ થવામાં કૌટુંબિક વિખવાદ કારણભૂત : હોટલ મેનેજર

- text


હોટલના 24 રૂમમાં રોકાયેલા ગ્રાહકો પરેશાન થયા : ફક્ત બે હપ્તા ચડત થયા અને ફાયનાન્સ કંપનીએ સીલ લગાવ્યાનો મેનેજરનો આરોપ

મોરબી : લોન ભરપાઈ ન કરવા મામલે મોરબીની જાણીતી હોટલને ફાયનાન્સ કંપનીએ અચાનક સીલ કરતા તરેહ-તરેહની ચર્ચા ઉઠી છે ત્યારે હોટલના મેનેજરે કૌટુંબિક વિખવાદમાં ફાયનાન્સ કંપનીએ માત્ર બે હપ્તા ન ભર્યા હોય કોઈકના ઈશારે હોટલમાં સીલ મરાયું હોવાનો આરોપ લગાવી ફાયનાન્સ કંપનીના જડ વલણને કારણે હોટલમાં રોકાયેલા 24 ગ્રાહકો હેરાન પરેશાન થયા હોવાનો આરોપ લગાવ્યો હતો.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલી જાણીતી મહેશ હોટલના સંચાલકોએ હીરો ફિનકોર્પમાંથી લીધેલી 3.83 કરોડની લોનના હપ્તા નહીં ચુકવતા આજે હીરો ફિનકોર્પના કર્મચારીઓએ સરફેશી કાયદા તળે જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમથી હોટલને સીલ કરી નાખતા હોટલના મેનેજર અરુણ જૈન હીરો ફિનકોર્પ કંપનીના સંચાલકો સામે આગબબુલા થઈ ઉઠ્યા હતા. મીડિયા સમક્ષ હોટલ મેનેજર અરુણ જૈને જણાવ્યું હતું કે 3.83 કરોડની લોનના નિયમિત હપ્તા ભરવામાં આવતા હતા પરંતુ કોરોના મહામારીને પગલે હોટેલ બિઝનેશને માઠી અસર પહોંચતા હોટલના બે હપ્તા અને મકાનનો એક હપ્તો ચડત થતા હીરો ફિનકોર્પ કંપનીએ અચાનક જ કોઈકના ઈશારે હોટેલને સીલ કરી છે.

- text

વધુમાં મહેશ હોટેલના મેનેજર અરુણ જૈને ઉમેર્યું હતું કે, સમગ્ર મામલામાં કૌટુંબિક ઝઘડો કારણભૂત છે અને હીરો ફિનકોર્પને નાણાં ચૂકવવા ખાતરી આપવા છતાં કાયદાના ઓથે જક્કી વલણ અપનાવી અચાનક સીલ મારવામાં આવતા હોટલના 24 રૂમમાં રોકાયેલા ગ્રાહકોને પણ મુશ્કેલી પડી હોવાનું તેમજ વિજય માલ્યા જેવા કૌભાંડીઓ સામે પગલાં નહીં લઈ શકતી બેંકો અને ફાયનાન્સ કંપનીઓ સાચા ગ્રાહકોને હેરાન કરતી હોવાનો આરોપ લગાવી સીલ માર્ટા પૂર્વે તાત્કાલિક રૂપિયા 27 લાખ ચૂકવવા માંગ કરી હતી જે ગેરવ્યાજબી હોવાનું તેમને જણાવ્યું હતું.

- text