ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃતક પરિવારને 1 કરોડનું વળતર આપો : ગ્રાહક અદાલતમાં દાવો કરાશે

- text


રાજકોટ શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબીમાં સેમિનાર દરમિયાન લડત આપવા નક્કી કરાયું

મોરબી : મોરબીની ગોઝારી ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને રૂા.1 કરોડ સુધી અને ઈજા પામનારાઓને રૂા.5 લાખ સુધીનો નુકશાની વળતર અપાવવા ગ્રાહક અદાલતમાં કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું માજી સાંસદ રામજીભાઈ માવાણીએ મોરબી ખાતે આયોજિત સેમિનારમાં જાહેર કર્યું હતું.

રાજકોટ શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબીમાં સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં માજી સાંસદ રામજીભાઈ માવાણીએ જાહેર કર્યું હતું કે, મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં નિર્દોષ નાના બાળકો સહિત 135 લોકોના મૃત્યુ પુલ સંચાલકોની ખામી ભરી સેવા અને ગંભીર પ્રકારની બેદરકારીને કારણે થયેલ છે. પુલ દુર્ઘટના પછી ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના પ્રતિનિધીઓએ બનાવના સ્થળની મુલાકાત લઈ સ્પષ્ટ રિપોર્ટ આપેલ છે કે પુલ ભંગાર અને ટુટીફુટી હાલતમા હતો, પુલની કરોડરજ્જુ નબળી હતી, જોઈન્ટના બોલ્ટ જૂના અને કાંટ ખાધેલ હતા, રિપેરીંગના નામે પુલ ઉપર માત્ર કલર લગાવવામાં આવેલ હતો. પુલ ઉપર માત્ર એક સાથે 100 વ્યક્તિઓને ઉભા રહેવાની કેપેસીટી હતી. આમ છતા પુલ ઉપર ટોળાબંદ માણસો એકઠા થયેલ હતા.

- text

વધુમાં મુલાકાતીઓની સલામતી સંબધેની જોગવાઈઓનો અભાવ હતો, તાલીમ બધ સ્ટાફ કે ગાર્ડ હાજર હતા નહીં. માત્ર અને માત્ર ઉચ્ચા દ૨ની ટિકીટ વેંચી ઓરેવા કંપનીએ વધુને વધુ નફો કરવા મુલાકાતીઓને ધોળા દિવસે મોતના મુખમાં ધકેલી દિધેલ છે. આ બધાજ આધાર-પુરાવા અને સંજોગો ગ્રાહક અદાલતમા મૃતકોના વારસો તેમજ ઈજા પામનારાઓને ઉચ્ચો વળતર અપાવવા 1000 ટકા પુરતા છે. આવા સંજોગોમાં રાજકોટ શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મૃતકોના પરિવારજનો વતી ગ્રાહક અદાલતમા દાવાઓ કરવા અને ઉંચું વળતર અપાવવા નિર્ણય કરેલ છે.

મોરબી સેમીનારમા ગ્રાહક અદાલોના સહ. ન્યાયમૂર્તિ એમ.એસ.ભટ્ટ, ટી. કે. શાંખલા, મોરબી નગરપાલીકાના પ્રમુખ કુસુમબેન પરમાર, મામલતદાર એચ. આર. સાંચલા, લાલજીભાઈ મહેતા (પ્રમુખ,મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ), ઘનશ્યામસિંહ ઝાલા (પ્રમુખ,નારાયણ સેવા સંસ્થા,મોરબી), ડો.લહેરૂ સાહેબ (પ્રમુખ, સીનીયર સીટીઝન,મોરબી), મહેશભાઈ ભટ (મંત્રી,સમસ્ત બ્રહમ સમાજ,મોરબી) વગેરે મહાનુભાવો ઉપસ્થીત રહેલ હતા.મોરબી દુર્ઘટનાના મૃતકોના પરિવારજનો-ઈજા પામનારાઓને કાયદાકીય માર્ગદર્શન આપવા અને નુકશાની વળતર અપાવવાની કાર્યવાહી સંબધે મોરબી મુકામે જાહે૨ કાર્યક્રમ યોજવા સંબધેની તારીખ, સમય અને સ્થળ ટુંક સમયમાં જાહેર કરવામા આવનાર હોવાનું અંતમાં જણાવાયુ હતું.

- text