મોરબી જિલ્લામાં કપાસનો પાક હજુ ઉભો હોવાથી ચણાનું વાવેતર ઘટ્યું

- text


જિલ્લામાં 139875 હેકટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર : જીરું, ઘાણા અને વરિયાળુનું વાવેતર વધ્યું

મોરબી : મોરબી જિલ્લામાં હજુ બિન પિયત અને પિયત વિસ્તારમાં હજુ કપાસ અને દિવેલાનો પાક ઉભો હોવાથી ચણાનું વાવેતર ઘટ્યું છે. જો કે ઘઉંનું સરેરાશ વાવેતર થયું છે. પરંતુ જીરું, ઘાણા અને વરિયાળુનું વાવેતર વધ્યું છે. આ રીતે મોરબી જિલ્લામાં 139875 હેકટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયું છે.

મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી પાસેથી કુલ રવિ પાકના વાવેતરના સતાવાર આંકડા જોઈએ તો હળવદમાં 16910, માળીયામાં 1455, મોરબીમાં 9250, ટંકારામાં 9210,વાંકાનેરમાં 7500 મળીને કુલ 44325 હેકટરમાં ઘઉંનું વાવેતર થયું છે. તેમજ હળવદમાં 5470, માળીયામાં 2450, મોરબીમાં 2110, ટંકારામાં 11500 અને વાંકાનેરમાં 540 મળી કુલ 27470 હેકટરમાં ચણાનું વાવેતર થયું છે. જ્યારે હળવદમાં11850 , માળીયામાં1620 , મોરબીમાં 5300, ટંકારામાં 4650અને વાંકાનેરમાં 3532 મળી કુલ 26952 જેટલા હેકટરમાં જીરુંનું બમ્પર વાવેતર થયું છે. એજ રીતે ધાણાનું હળવદમાં 6715, માળીયામાં 320, મોરબીમાં 60, ટંકારામાં 450અને વાંકાનેરમાં 150 મળી કુલ 7695 હેકટરમાં વાવેતર થયું છે. તેમજ વરિયાળીનું હળવદમાં 4305, માળીયામાં 60, ટંકારામાં 80, વાંકાનેરમાં 250 મળી કુલ 4695 હેકટરમાં વાવેતર થયું છે. આ ઉપરાંત જિલ્લામાં ડુંગળીનું 2140 હેકટર, શાકભાજીનું 1975 હેકટર, ઘાસચારાનું 13130 હેકટરમાં વાવેતર થયું છે.

- text

મોરબી જિલ્લામાં તુવેર, ચણા અને રાયડાનું ટેકાના ભાવે વેચાણ માટે 1લી ફ્રેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થશે. નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવશે.દરેક ગામોમાં વીસીઇ અને મંડળી મારફત ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે. ટેકાના ભાવની વાત કરીએ તો ચણા રૂ.1067ના ભાવે તુવેર રૂ.1320ના ભાવે અને રાયડો રૂ.1090ના ભાવે ખરીદવામાં આવશે.28 ફ્રેબ્રુઆરી સુધી આ રજિસ્ટ્રેશન ચાલશે અને 10 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી વી. કે.ચૌહાણએ જણાવ્યું હતું.

- text