8 જાન્યુઆરીએ મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજાશે

- text


મોરબીઃ મોરબી જિલ્લા પેન્શનર સમાજના આજીવન સભાસદોની સામાન્ય સભાનું આયોજન આગામી તારીખ 8 જાન્યુઆરી ને રવિવારના રોજ સવારે 9-30 કલાકે કરવામાં આવ્યું છે.

આગામી તા.8 જાન્યુઆરીએ મોરબીના ઉમા ટાઉનશીપ સામે આવેલા પંચમુખી હનુમાનજીના મંદિરે મોરબી જિલ્લા પેન્શનર સમાજના આજીવન સભાસદોની સામાન્ય સભા મળશે. જેમાં રજિસ્ટ્રેશન ફી 200 રૂપિયા રખાઈ છે. સામાન્ય સભામાં આવનાર સભ્યોએ કોરોનાની ગાઈડલાઈન અનુસાર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરાઈ છે.

- text

- text