હળવદ પંથકમાં થર્ટી ફર્સ્ટ સંદર્ભે પોલીસનું સઘન કોમ્બિંગ

- text


 

સરા ચોકડી, કોયબા ગામ પાસેની ચેકપોસ્ટ સહિતના વિસ્તારોમાં વાહનોનું કરાતું ચેકિંગ

હળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટના સંદર્ભે સઘન કોમ્બિગ કરવામાં આવી રહ્યું છે. સરા ચોકડી, કોયબા ગામ પાસેની ચેકપોસ્ટ સહિતના વિસ્તારોમાં વાહનોનું સઘન ચેકિંગ કરીને તપાસ કરવામાં આવી રહી છે.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે રાત્રે થર્ટી ફર્સ્ટના અનુસંધાને હળવદ પોલીસની ટીમ દ્વારા અસમાજિકો અને દારૂ લઈને છાકટા બનતા તત્વો ઉપર કાર્યવાહી કરવા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સરા ચોકડી, કોયબા ગામ પાસેની ચેકપોસ્ટ સહિતના વિસ્તારોમાં વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. હળવદના મુખ્ય વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તરમાં આજે રાતભર હળવદ પોલીસની સાથે એલસીબી, એસઓજીની ટીમો સઘન ચેકિંગ કરીને આવરા તત્વો સામે કાર્યવાહી કરવા સજ્જ બની છે અને રાતભર પોલીસની કાર્યવાહી ચાલુ રહેશે.

- text

 

- text