રેતીચોરી કરતા તત્વો ઉપર મોરબી ખાણખનીજ વિભાગની ધોંસ : દોઢ કરોડના વાહનો સીઝ

- text


રવાપર-ગુંગણ નજીક મચ્છુ નદીમાં રેતીચોરીનું કારસ્તાન ઝડપી લઈ બે લોડર, બે ટ્રકટર અને 4 ડમ્પર પકડી પાડ્યા

મોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા રવાપર અને ગુંગણ ગામ નજીક મચ્છુ નદીમાં ગેરકાયદેસર રીતે થતી રેતીચોરી ઝડપી લઈ બે લોડર, બે ટ્રકટર અને 4 ડમ્પર સહિત કુલ રૂપિયા દોઢેક કરોડનો મુદામાલ કબ્જે કરી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

મોરબી ખાણખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી સી.એમ.પરમારની સુચના મુજબ રોયલ્ટી ઇન્સપેકટર રવીભાઇ કણસાગરા, માઈન્સ સુપરવાઈઝર ગોપાલભાઇ ચંદારાણા, સર્વેયર ગોપાલભાઇ સુવા અને મીતેશભાઇ ઉમરાણીયા દ્વારા મોરબી જીલ્લાના રવાપર-ગુગણ ગામમાંથી પસાર થતી મચ્છુ નદીના પટ્ટમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતા સાદી.રેતી ખનિજના ગેરકાયદેસર ખોદકામ કરતા 2(બે) લોડર મશીન અને ગેરકાયદે વહન કરતા 2(બે) ટ્રેક્ટર તેમજ 4 (ચાર) ડમ્પર પકડી અંદાજે રૂપિયા દોઢેક કરોડનો મુદામાલ કબ્જે કરી તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે સોંપવામાં આવતા મોરબી જીલ્લાના ખનિજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

- text

- text