મોરબીની જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજના b.sc. સેમેસ્ટર-5નું 100 ટકા પરિણામ 

- text


મોરબી : મોરબીની જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજનું b.sc.સેમેસ્ટર-5નું ઝળહળતું 100 ટકા પરિણામ આવ્યું છે. કોલેજની સેમેસ્ટર-5ની કુલ 62 વિદ્યાર્થિનીઓમાંથી 51 વિદ્યાર્થિનીઓએ ડિસ્ટીક્શન સાથે પાસ થઈ કોલેજનું ગૌરવ વધાર્યું છે.

જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજનું b.sc.સેમેસ્ટર-5ના જાહેર થયેલા પરિણામ મુજબ કોલેજની ટોપ ફાઈવ વિદ્યાર્થિનીઓમાં કાટેશીયા ભૂમિ પ્રથમ નંબરે, બીજા નંબરે મેરજા હિનલ,ત્રીજા નંબરે ગઢીયા સ્નેહા ચોથા નંબરે કણઝરીયા રાધિકા અને આદ્રોજા યસ્વી પાંચમા નંબરે ઉત્તીર્ણ થઇ છે.

મહત્વનું છે કે, વિદ્યાર્થિનીઓ માત્ર પુસ્તકીયું જ્ઞાન જ નહીં પરંતુ પ્રેક્ટીકલ તેમજ પર્સનાલીટી ડેવલોપમેન્ટ, પ્રોજેક્ટિવ તથા રિસર્ચનું જ્ઞાન મેળવી આગળ વધે એ માટે કોલેજના અધ્યાપક ગણ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ 100 ટકા પરિણામ બદલ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના ટ્રસ્ટીઓ, પ્રમુખ બેચરભાઈ હોથી, અધ્યક્ષ વલમજીભાઇ અમૃતિયા અને પ્રિન્સિપાલ આરતી રોહન તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text

- text