માળીયા -જામનગર હાઇવે ઉપર રેલવે ડબલ ટ્રેક કામગીરીને પગલે 6થી 8 કલાક સુધી ફાટક બંધ 

- text


તા.31 ડિસેમ્બરની રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ટ્રાફિકને ડાઇવર્ટ રૂટથી ચાલવું પડશે 

મોરબી : રેલવે દ્વારા ડબલ ટ્રેક કામગીરીને પગલે માળીયા -જામનગર હાઇવે ઉપર આવેલ ફાટક નંબર 97 આવતીકાલે તા.31 ડિસેમ્બરની રાત્રીના 10 વાગ્યાથી તા.1 જાન્યુઆરી 2023ના સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. છથી આઠ કલાક સુધી રેલવેની કામગીરી ચાલુ રહેનાર હોવાથી વાહનો માટે ડાયવર્ટ રૂટ ઉપરથી ચાલવું પડશે.

પશ્ચિમ રેલવે માળીયા કચેરી દ્વારા આવતીકાલે તા.31 ડિસેમ્બરની રાત્રીના 10 વાગ્યાથી તા.1 જાન્યુઆરી 2023ના સવારે 6 વાગ્યા સુધી રેલવે ડબલ ટ્રેક કામગીરીને પગલે માળીયા -જામનગર હાઇવે ઉપર આવેલ ફાટક નંબર 97 છથી આઠ કલાક સુધી બંધ રાખવામાં આવશે જેથી રેલવે તંત્ર દ્વારા જિલ્લા કલેકટર મોરબી, માળીયા પોલીસ, મામલતદાર માળીયા સહિતના સંબંધિત તંત્રને આ માર્ગ ઉપર ટ્રાફિક ડાયવર્ટ કરવા જાણ કરવામાં આવી છે.

- text

- text