મોરબીમાં પાલિકાના પાપે ખુલ્લી ભૂગર્ભ ગટરમાં ગાય ખાબકી

- text


શહેરના વાંકાનેર દરવાજા પાસે તંત્રએ ખુલ્લી ગટર રાખી દેતા વારંવાર પશુઓ પડવાના બનાવથી સ્થાનિકોમાં રોષ

મોરબી : મોરબી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીના પાપે શહેરના વાંકાનેર દરવાજા પાસે ખુલ્લી ભૂગર્ભ ગટરમાં ગાય ખાબકી હતી.શહેરના વાંકાનેર દરવાજા પાસે તંત્રએ ખુલ્લી ગટર રાખી દેતા વારંવાર પશુઓ પડવાના બનાવથી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે.

- text

મોરબી શહેરના વાંકાનેર દરવાજા પાસે આવેલી ખુલ્લી ભૂગર્ભ ગટરની કુંડીમાં એક ગાય પડી ગઈ હતી. આ બનાવ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, નગરપાલિકા તંત્રએ હીટ ખુલ્લી ભૂગર્ભ ગટર રાખી દીધી છે. ગટરમાં ઢાકણું ઢાકવાની તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા આ ખુલ્લી ગટરની કુંડી જોખમી બની છે. ખાસ કરીને ખુલ્લી ભૂગર્ભની કુંડી આસપાસ કચરાનો ઢગલો ખડકાયો હોય ગાય અને ખુટિયા ત્યાં કચરો ખાવા જતા ખુલ્લી ભૂગર્ભની કુંડીમાં પડી જાય છે.આવી રીતે અનેક પશુઓ ખુલ્લી ગટરમાં પડી ગયા હતા.ત્યારે વધુ એક ગાય પડી ગઈ હોવા છતાં તંત્રની ઉંઘ ન ઉડતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે.

- text