થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંગાવેલો રૂ.73 હજારનો દારૂ – બિયર ઝડપી લેતી મોરબી એલસીબી

- text


વાંકાનેરના અગાભી પીપળીયા ગામે 31 ડિસેમ્બરની ઉજવણી માટે દારૂ મંગાવ્યો હોવાની બાતમીના આધારે એલસીબી ત્રાટકીને બુટલેગરને ઝડપી લીધો

વાંકાનેર : વાંકાનેરના અગાભી પીપળીયા ગામે 31 ડિસેમ્બરની ઉજવણી માટે દારૂ મંગાવ્યો હોવાની બાતમીના આધારે મોરબી એલસીબી ત્રાટકી હતી અને 31 ડીસેમ્બર અનુસંધાને વેચાણ અર્થે અગાભી પીપળીયા ગામની સીમમાં વાડીમાં રાખેલ વિદેશી દારૂ તથા બીયરના ટીન મળી બોટલો નંગ-261 કિ.રૂ.73,100 ના મુદામાલ સાથે એક બુટલેગરને ઝડપી લીધો હતો.

મોરબી જીલ્લામાં 31 ડીસેમ્બરની ઉજવણી શાંતીપૂર્ણ રીતે થાય તે અનુસંધાને પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા કે.જે.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.એલ.સી.બી.એ સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સબ.ઇન્સ. એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી.- પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો.હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ વિક્રમભાઇ ફુગસીયાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રહે. અગાભી પીપળીયા તા.વાંકાનેર જી.મોરબી વાળો અગાભી પીપળીયા ગામની સીમમાં સાજડીયા તરીકે ઓળખાતી સીમમાં આવેલ પોતાના કબજા ભોગવટા વાળી વાડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે. તેવી બાતમીને આધારે રેઇડ કરતા આરોપી યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા વિદેશી દારૂ તથા બીયરના ટીન મળી બોટલો નંગ-261 કિ.રૂ.73,100ના મુદામાલ તેમજ મોબાઇલ ફોન નંગ-1 કી.રૂ. 5000 મળી કુલ કી.રૂ.78,100ના મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. આ દારૂ પ્રકરણમાં ડાડામીયા ઉર્ફે રાજુબાપુ ભાઉદીનપૌત્રા રહે. હડાળા તા.જી.રાજકોટનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

- text