વાંકાનેર શહેરમાં દીપડાની હાઉકલી ! પાંજરૂ મુકાયું

- text


પેડક વિસ્તારમાં એક નહીં પણ બબ્બે દીપડા દેખાતા વનવિભાગ હરકતમાં

વાંકાનેર : વાંકાનેર ગ્રામ્ય પંથકમાં છાસવારે દીપડા દેખા દઈ રહ્યા છે ત્યારે ગઈકાલે વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં એક સાથે બબ્બે દીપડાએ દેખા દેતા વનવિભાગ હરકતમાં આવ્યો છે અને દીપડાને કેદ કરવા પાંજરૂ પણ ગોઠવવામાં આવ્યું છે. જો કે ચબરાક દીપડા મારણ મુકેલા પાંજરા સુધી ન પહોંચતા શહેરીજનોમાં દીપડાનો ભય જોવા મળી રહ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં રહેતા હરિભાઈ નામના જાગૃત નાગરિક દ્વારા વનવિભાગને જાણ કરી આ વિસ્તારમાં એક નહીં પણ બે દીપડા હોવાનું જણાવતા વનવિભાગ તુરત જ એલર્ટ બન્યો છે. વાંકાનેર રેન્જ ફોરેસ્ટ ઓફિસર નરોડીયાએ જણાવ્યું હતું કે જાગૃત નાગરિકની ફરિયાદ બાદ પેડક વિસ્તારમાં હાલમાં દીપડાને કેદ કરવા પાંજરું મુકાયું છે, જો કે વનવિભાગની ટીમને હજુ સુધી દીપડો દેખાયો ન હોવાનું અને દીપડો પાંજરે ન પુરાયો હોવાનું તેમણે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

- text

- text