ટંકારા પંથકના ગરીબ પરીવારનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે 

- text


ટંકારા, નાના ખીજડીયા, જીવાપર અને વિરપર ગામોના 77 પરીવારને સનદ ફળવાઈ

ટંકારા : ટંકારા, નાના ખીજડીયા, જીવાપર અને વિરપર ગામોના 77 પરીવારને ધરનુ ધર બનાવવા 100 ચોરસ વાર પ્લોટની સનદ ફાળવણી અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જો કે અનેક ગામોમાં હજુ પણ પરીવારો આવી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે સુવા મજબૂર તંત્ર ત્યા પણ તાકીદે કામ કરે એ જરૂરી છે.

- text

રાજ્ય સરકાર દ્વારા ઘર કે પ્લોટ વિહોણા પરીવારને પોતાનુ ઘરનુ ઘર મળે એ માટે 100 ચોરસ વાર યોજના બનાવી છે. જે અંતર્ગત ગત વર્ષે તાલુકાના 151 કુટુંબને પોતાનુ ધર બને એવુ સ્વપ્ન સાકાર થયું છે અને વર્ષના અંતમા 77 પરીવારને સનદ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારાના 40 નાનાખીજડીયાના 18 વિરપરના 10 અને જીવાપર ના 9 લાભાર્થીઓને સનદ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન કામરીયા ઉપ પ્રમુખ નિમુબેન ડાંગર, ન્યાય સમિતિના અધ્યક્ષ ગિતાબેન ભોરણીયા ઉપરાંત સભ્યગણ અલ્પેશ ભોરણીયા, સલીમ અબ્રાણી, સેજપાલ, કુંડારીયા સહિતના પંચાયતના સભ્યો ઉપરાંત જીલ્લા પંચાયતના મહિલા સભ્યોના પતી અશોકભાઈ ચાવડા, નથુભાઈ કડીવાર, મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, ભાજપ સંગઠનના કિરીટ અંદરપા, ઉપરોક્ત ગામોના સરપંચો અને સભ્યો સાથે આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મદદનીશ ટીડીઓ જી. પી. ભીમાણી એ કર્યુ હતું અંતમા આભારવિધી તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિહ જાડેજાએ કરી હતી.

- text