હળવદમા સોલાર વોટર હિટરના બિલ મામલે મેહુલસિંહ ગરમી પકડી ગયા, દુકાનદારને માર્યો

- text


હળવદ : હળવદ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર દુકાન ધરાવતા વેપારી સાથે સોલાર વોટર હિટરના બિલ બાબતે બોલાચાલી કરી મેહુલસિંહ ઝાલા નામના આરોપીએ લોખંડની વસ્તુના ઘા કરી હાથ અને પગમાં ઇજાઓ પહોંચાડતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર પટેલ વાયર એજન્સી નામની દુકાન ધરાવતા વિનોદભાઈ લક્ષમણભાઈ દલસાણીયા સાથે આરોપી મેહુલસિંહ ઝાલાએ સોલાર વોટર હિટરના બિલ બાબતે બોલાચાલી કરી દુકાનમાં ટેબલ ઉપર પડેલી લોખંડની વસ્તુનો છૂટો ઘા કરી વિનોદભાઈને હાથે તેમજ પગના ભાગે ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા વેપારીની ફરિયાદને આધારે હળવદ પોલીસે મેહુલસિંહ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

- text

- text