વાંકાનેરમા બંધ પડેલા ધન્વંતરિ રથનો વિડીયો ઉતારવા મામલે બબાલ

- text


વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જીનપરા જકાતનાકા નજીક ધન્વંતરિ રથનું સાયરન ખરાબ થઈ ગયા બાદ વાહન સાઈડમાં પાર્ક કરતા પાનની દુકાન વાળાએ વિડીયો ઉતારતા હોય જેથી વિડીયો ઉતારવાની ના પાડતા પાનની દુકાનવાળાએ બોલાચાલી કરતા આ મામલે ફરજમાં રુકાવટ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જિનપરા જકાત નાકા નજીક ધન્વંતરિ રથનું સાયરન ખરાબ થઈ જતા ધન્વંતરિ રથના ચાલક જયદીપભાઈ રાજાભાઈ ઉટડીયાએ ગાડી ડિલક્સ પાન પાસે સાઈડમાં પાર્ક કરતા આરોપી ભરતસિંહ બાબુભા ઝાલાએ વિડીયો ઉતારવાનું શરૂ કરતા ધન્વંતરિ રથના ચાલક જયદીપભાઈએ વિડીયો ઉતારવાની ના પાડતા પાનની દુકાનના સંચાલક એવા ભરતસિંહે બોલાચાલી કરી ઝઘડો કરતા આ મામલે જયદીપભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરજમાં રુકાવટ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text