મોરબી સિવિલ હોસ્પિટલમાં કોવિડને અનુલક્ષીને પ્રાંત અધિકારીનું સરપ્રાઈઝ ચેકીંગ

- text


મોકડ્રિલમાં કોરોનાની લહેર આવી પડે તો તેને કેવી રીતે પહોંચી વળવું તે અંગે અધિકારીઓ જાત નિરીક્ષણ કરી સમીક્ષા કરી

મોરબી : મોરબી જિલ્લામાં સંભવિત કોરોનાને લઈને તંત્ર દ્વારા ખડેપગે રહીને આગોતરી તૈયારી કરવામાં આવી છે. ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં કોવિડની પરિસ્થિતિને અનુલક્ષીને અધિકારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.મોકડ્રિલમાં કોરોનાની લહેર આવી પડે તો તેને કેવી રીતે પહોંચી વળવું તે અંગે અધિકારીઓ જાત નિરીક્ષણ કરી સમીક્ષા કરી હતી.

મોરબી સિવિલ હોસ્પિટલમાં કોવિડનો અનુલક્ષીને યોજાયેલી મોકડ્રિલમાં પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, મામલતદાર નિખિલ મહેતા દ્વારા કોરોનાની પરિસ્થિતિ આવી પડે તો તેને કેવી રીતે પહોંચી વળવું અને કેવી તૈયારી તે અંગે મોકડ્રિલ રૂપે સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ તકે ઓક્સિજન પ્લાન્ટમાં કેટલી ક્ષમતા, આરટીપીસીઆર લેબ, કેટલા ઓક્સિજન સહિતના 205 બેડ, આઇસોલેશન તેમજ કોરોના વોર્ડ સહિતની વ્યવસ્થાની ચકાસણી કરી હતી.આ અધિકારીઓએ સિવિલમાં જાત નિરીક્ષણ કરીને સંભવિત લહેરને પહોંચી વળવા તમામ આગોતરી તૈયારીઓ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. બેડ વધારવાની જરૂર પડે તો તેની વ્યવસ્થા તેમજ જરૂરી તમામ સાધન સામગ્રી ઉપલબ્ધ હોવાનું ઉમેર્યું હતું.

- text

- text