ઘનશ્યામપુર સરકારી માધ્યમિક શાળા દ્વારા 3 દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો

- text


હળવદઃ ઘનશ્યામપુર ગામની સરકારી માધ્યમિક શાળા દ્વારા વર્ષ-2022-23 દરમિયાન 23 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર ત્રણ દિવસીય કચ્છ જિલ્લાના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાના પ્રવાસના પ્રથમ દિવસે ભુજનાં સ્થાનિક સ્થળો જેવા કે પ્રાગ મહેલ, આયના મહેલ, કચ્છ મ્યુઝીયમ, સ્વામિનારાયણ મંદિર, માંડવી સ્થિત શ્યામજી કૃષ્ણવર્મા મેમોરીયલ, વિજય વિલાસ પેલેસ, માંડવી બીચની મુલાકાત લેવામાં આવી. બીજા દિવસે કોટેશ્વર, નારાયણ સરોવર, આશાપુરા માતા મંદિર–માતાના મઢ, સંતશ્રી ખેતા બાપાની જગ્યા-વિથોણની મુલાકાત લીધી હતી અને ત્રીજા દિવસે સફેદ રણ-ધોરડો, રુદ્રાણી ડેમ તેમજ જેસલ-તોરલની સમાધિ-અંજારની મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રવાસમાં શાળાનાં આચાર્ય એચ.એમ.પટેલ, શિક્ષક એ.જે.જાદવ, પી.જે.પટેલ તેમજ શાળામાં ધો-9 થી 10ના કુલ 53 વિદ્યાર્થીઓ જોડાયા હતા અને પ્રવાસની મજા માણી હતી.

- text

- text