લુણસર ગામે પાટીદારો સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો

- text


મોરબીઃ લુણસર ઉમિયા પરિવાર- મોરબી દ્વારા ગઈકાલે તારીખ 25 ડિસેમ્બર ને રવિવારના રોજ લુણસર ગામના પાટીદાર સમાજનો સ્નેહમિલન, સાંસ્કૃતિક તેમજ સન્માન સમારોહ યોજાયો હતો.

મોરબીના શનાળા ખાતેની પટેલ સમાજ વાડીમાં લુણસર ગામના પાટીદાર પરિવારો સમાજનો સ્નેહમિલન, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સન્માન સમારોહ યોજાયો હતો. 16મા સ્નેહમિલન કાર્યક્રમમાં કે.જી. થી ધોરણ 4 સુધીના તમામ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ધોરણ 5 થી 12 તથા કોલેજના તમામ ધોરણ 1 થી 3 નંબરના વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ ગિફ્ટ આપીને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત છેલ્લા 2 વર્ષમાં લુણસર ગામના પટેલ સમાજના યુવાનો જેઓ ડોક્ટર થયા છે તેવા 12 જેટલા ડોક્ટરોનું મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું.

- text

આ પ્રસંગે કે.જી.થી ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ દ્વારા 5 વિભાગમાં સાંસ્કૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વિજેતાને સ્માર્ટ વોચ, ટેબલેટ જેવા ઈનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બળદેવભાઈ સરસાવાડીયા, ટી.ડી. પટેલ, અશોકભાઈ વસિયાણી અને તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

- text