હળવદના મહર્ષિ ગુરુકુલમાં તુલસી પ્રાદુર્ભાવ કાર્યક્રમની ઉજવણી કરાઈ

- text


હળવદઃ શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન થાય તે હેતુથી હળવદના મહર્ષિ ગુરુકુલ ખાતે ગઈકાલે તારીખ 25 ડિસેમ્બર ને રવિવારના રોજ નાતાલના દિવસે તુલસી પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.

આ વર્ષે મહર્ષિ ગુરુકુલ-હળવદ ખાતે તુલસી પ્રાદુર્ભાવ શિર્ષક હેઠળ પાંચ દિવસ સુધી તુલસી પૂજનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહર્ષિ વિદ્યાલયના 2600 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રથમ દિવસે તુલસી પરિચય, બીજા દિવસે તુલસીનું જીવનમાં મહત્વ, ત્રીજા દિવસે તુલસીનું સાંસ્કૃતિક મહત્વ, ચોથા દિવસે તુલસીનું આયુર્વેદ તેમજ વૈજ્ઞાનિક મહત્વ અને પાંચમા દિવસે તુલસીના સ્તોત્ર ગાન અને તુલસી માતાની આરતી કરી ઉજવણી કરાઈ હતી. આ ઉપરાંત તુલસી પ્રાદુર્ભાવ કાર્યક્રમ નિમિત્તે વકતૃત્વ, ચિત્ર, પોસ્ટર મેકિંગ જેવી સ્પર્ધા યોજાઈ હતી.

તારીખ 24 ડિસેમ્બર ને શનિવારે મહર્ષિ વિદ્યાલયમાં તુલસી પૂજનનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહર્ષિ ગુરુકુલના ડાયરેક્ટર રજનીભાઈ સંઘાણીને વિદ્યાર્થીઓ દ્વારા તુલસી તરુ અર્પણ કરી અભિવાદન કરાયું હતું. આ તકે રજનીભાઈ સંઘાણીએ તુલસીનું મહત્વ અને તુલસી સાથેનો આપણા પરિવારનો સંબંધ તેમજ તુલસી સાથે સાંસ્કૃતિક જોડાણ વિશે વાત કરી પ્રોત્સાહિત કર્યા હતા. અંતમાં 25 ડિસેમ્બરે દરેક વિદ્યાર્થી પોતાના ઘરે પરિવાર સાથે તુલસી ક્યારે પૂજન વિધિ કરીશું તેવો સંકલ્પ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.

- text

- text