મોરબીના ગ્રીન ચોકમાં તા.6 જાન્યુઆરીએ ઘેલી ચામુંડા માતાજીનો ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાશે

- text


મોરબીઃ ઘેલી ચામુંડા માતાજીના મંદિરના જીર્ણોદ્વારના લાભાર્થે મોરબીના ગ્રીન ચોક, પારેખ શેરી, સોની સમાજની વાડીની બાજુમાં (ઉષા પાન) ખાતે ભવ્ય ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાશે.

આગામી તારીખ 6 જાન્યુઆરી ને શુક્રવારના રોજ રાત્રે 9-15 કલાકે ગ્રીન ચોક, પારેખ શેરી, સોની સમાજની વાડીની બાજુમાં (ઉષા પાન) ખાતે ઘેલી ચામુંડા માતાજીનો ભવ્ય ડાક ડમરૂનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં ડાક ડમરૂના કલાકાર રાવળદેવ ભવદીપભાઈ તથા સાથી ગ્રુપ (કાળીંગા રાગના સ્પેશ્યાલિસ્ટ) રમઝટ બોલાવશે. તો આ અવસરમાં હાજરી આપવા સર્વે ભક્તોને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text