‘મા બાપ માટે વૃદ્ધાશ્રમ નથી’ : મોરબીના જુનિયર રમેશ મહેતાની શોર્ટ મુવી યુટ્યુબમાં રિલીઝ

કોઈ કુંવારા દીકરાના મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી જતા, જાય છે એ સાસુ સસરા જાય છે : વર્તમાન સમયની સમાજની સમસ્યાનું આગવા અંદાજમાં વિવરણ : પાર્ટ-1 રિલીઝ, પાર્ટ-2 ટૂંક સમયમાં આવશે

મોરબી : મા બાપ માટે વૃદ્ધાશ્રમ નથી’….મોરબીના જુનિયર રમેશ મહેતાની આ શોર્ટ મુવી યુટ્યુબમાં રિલીઝ થઈ છે. જેમાં વર્તમાન સમયની સમાજની સમસ્યાનું આગવા અંદાજમાં વિવરણ કરવામાં આવ્યું છે. જે એક વખત અચૂક જોવા જેવી છે.

મોરબીમાં જુનિયર રમેશ મહેતાના હુલામણા નામથી જાણીતા એકટર એવા મયુરબાપા હરહંમેશ પોતાની અભિનય કળાથી લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે. તેઓ કોમેડી અને સમાજને સંદેશો આપતી શોર્ટ મુવી યુટ્યુબના માધ્યમથી લોકો સુધી પહોંચાડે છે. તેઓએ હાલમાં જ વધુ એક શોર્ટ મુવીને યુટ્યુબ ઉપર પબ્લિશ કરી છે.

આ શોર્ટ મુવીનું નામ ‘માં બાપ માટે વૃદ્ધાશ્રમ નથી’ છે. જેને MBS Digital Channel અને ભાવીન વાઢેર દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. આ શોર્ટ મુવીના પ્રોડ્યુસર તરીકે સખનપરા પબ્લિક સીટીએ સેવા આપી છે. લેખક ડેન્જર શાયર (સિધ્ધરાજસિંહ) છે. ડિરેક્ટર મયુરબાપા (જુ. રમેશ મહેતા) છે. સપોર્ટર દ્વારકેશ ફિલ્મ ( કલ્પેશ પંડ્યા) રહ્યા છે. મીડિયા પાર્ટનર મોરબી અપડેટ રહ્યું છે.

જે માતા 9 મહિના કષ્ટ ભોગવીને આપણને જન્મ આપે છે. અને માતા-પિતા બન્ને પોતાનું અસ્તિત્વ ભૂલીને આપણને મોટા કરે છે. જ્યારે સાચો સહારો બનવાનો વારો આવે છે ત્યારે આપણે તેની પડખે ન હોઈએ. આ પ્રશ્ન સમાજમાં વર્તમાન સમયમાં ગંભીર બન્યો છે. ત્યારે આની ઉપર સમાજને સુંદર મેસેજ આપતી શોર્ટ મુવી મોરબીના તરવરિયા કલાકાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. જેમાં એક કડવી વાસ્તવિકતા રજૂ કરાઈ છે કે કોઈ કુંવારા દીકરાના મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી જતા, જાય છે એ સાસુ સસરા જાય છે. તો આ શોર્ટ મુવીને જોઈ, લાઈક અને શેર જરૂર કરજો.



INSTAGRAM : https://www.instagram.com/p/CmRT3Pwpfnh/?igshid=YmMyMTA2M2Y=


FACEBOOKhttps://www.facebook.com/profile.php?id=100063897465939&mibextid=ZbWKwL