મોરબી વોર્ડ નંબર 2ના અનુસૂચિત જાતી – મુસ્લિમ યુવાનોએ ધારાસભ્યનું સ્વાગત કર્યું

- text


મોરબી : મોરબી-માળિયા મત વિસ્તારના નવા ચૂંટાયેલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને શુભેચ્છાઓ અને સન્માન માટેનો દોર સતત ચાલી રહ્યો છે. ત્યારે સર્વે સમાજમાં બહોળી લોક ચાહના ધરાવતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને અનુસૂચિતજાતી અને મુસ્લિમ સમાજના યુવાનોએ ફૂલહારથી સ્વાગત કરી શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા.

અનુસૂચિતજાતી અને મુસ્લિમ સમાજના અહેમદ ડી. સુમરા તેમજ મહેશભાઈ પરમાર, રફિકભાઈ કચ્છી, ઇમરાનભાઈ કચ્છી, હરેશભાઈ ચૌહાણ, રહીમભાઈ સુમરા, ખીમજીભાઈ ચૌહાણ, આરીફભાઈ સલોટ, મહેશભાઈ સોલંકી, અબાસભાઈ સુમરા સહિતના યુવાનોએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની શુભેચ્છા મુલાકાત કરીને તેઓનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું અને જીત બદલ અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી.

- text

- text