ટંકારાના સજનપર ગામે વાડીમાં ધમધમતું જુગારધામ ઝડપાયું

- text


2.45 લાખ રોકડ સહીત 9.56 લાખના મુદામાલ સાથે સાત નબીરા ઝડપાઇ જતા જુગારી આલમમાં દોડધામ

ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે વાડીમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી જુગારની મજા માણી રહેલા સાત નબીરાઓને રોકડા રૂપિયા 2.45 લાખ તેમજ સાત લાખની કાર સહીત કુલ રૂપિયા 9.56 લાખના મુદામાલ સાથે રંગેહાથ ઝડપી લેતા શિયાળાની ગુલાબી ઠંડીમાં જુગારીઓને પરસેવો વળી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસને ગઈકાલે બાતમી મળી હતી કે ટંકારા તાલુકાના સજનપર ગામે રાજેશ ભગવાનજીભાઈ સિણોજીયા નામનો વ્યક્તિ પોતાના મોટાભાઈની કુંડલ તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે, જે બાતમીને પગલે પોલીસે ગુપચુપ રીતે ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા વાડીની ઓરડીમાં જુગાર રમતા રાજેશ ભગવાનજીભાઈ સિણોજીયા, રહે.સજનપર, અશ્વિનભાઈ અરજણભાઈ સિણોજીયા, રહે.રવાપર રોડ,વૈભવલક્ષ્મી સોસાયટી મોરબી, ભાવેશ બલુભાઈ સીતાપરા, રહે.મહેન્દ્રનગર ચોકડી, પ્રભુકૃપા, સત્યમ, મોરબી, દિવ્યેશ મનહરલાલ આદ્રોજા, રવાપર રોડ,વૈભવલક્ષ્મી સોસાયટી મોરબી, મહેન્દ્ર હસમુખભાઈ જીવાણી, રવાપર રોડ,વૈભવલક્ષ્મી સોસાયટી મોરબી, પ્રવીણભાઈ ખીમજીભાઈ ગામી, રહે.સજનપર અને રમેશ સવજીભાઈ પટેલ, રહે.સજનપર વાળો રોકડા રૂપિયા 2,45,000 સાથે ઝડપાઇ ગયા હતા.

- text

ટંકારા પોલીસે દરોડા દરમિયાન વાડીની ઓરડીમાંથી મોબાઈલ ફોન નંગ -4 કિંમત રૂપિયા 11 હજાર તેમજ નબીરાઓ જુગાર રમવા જે ગાડી લઈને આવ્યા હતા તે હોન્ડા સીટી કાર કિંમત રૂપિયા સાત લાખની કબ્જે કરી કુલ રૂપિયા 9.56 લાખનો મુદામાલ કબ્જે કરી સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text