મોરબીના ગાયત્રીનગરમાં પાંચ મહિલા સહિત છ જુગારી ઝડપાયા

- text


મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા કાર્યવાહી

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર આવેલા ગાયત્રીનગરમાં દરોડો પાડી જુગારની મજા માણતી પાંચ મહિલા સહિત છ જુગારીઓને ઝડપી લઈ રોકડા રુપુયા 14,910 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એ ડિવિઝન પોલીસ ટીમે દરોડો પાડતા હેમતભાઇ કાંતીભાઇ બદ્રકીયા, રહે.મોરબી વાવડીરોડ ગાયત્રીનગર શેરીનં.૭ મુળ રહે.સીંધાવદર તા.વાંકાનેર, દયાબેન હરજીવનભાઇ દેત્રોજા, રહે.મોરબી રવાપર રોડ ગોલ્ડન માર્કેટ પાછળ વાત્સલ્ય એપાર્ટમેન્ટ, ભાવનાબેન જીતેન્દ્રભાઇ બુધ્ધદેવ, રહે.મોરબી વાવડી રોડ નંદનવન સોસાયટી, દિવ્યાબેન પ્રાગજીભાઇ પંચાસરા, રહે.ખાખરાળા, સોનીબેન અરવીંદભાઇ પરમાર, રહે.મોરબી વાવડીરોડ, બાપાસીતારામ મઢુલી પાછળ અને ક્રિષ્નાબેન પપ્પુભાઇ પરમાર, રહે.મોરબી વાવડીરોડ ગાયત્રીનગર શેરીનં.૩ મોરબી નામના જુગારીઓ તીનપતિ રમતા રંગે હાથ ઝડપાઇ જતા પોલીસે રોકડા રૂપિયા 14,910 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text