ટંકારાથી ખાનપર જવાના રોડ પર કપાસ ભરેલા ટ્રકમાં આગ ભભૂકી

- text


હાલ સ્થાનિક લોકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ કરીને ફાયર બ્રિગેડને જાણ કરાઈ

ટંકારા : ટંકારાથી ખાનપર જવાના રોડ પર મેઘપર ઝાલા ગામના પાટિયા પાસે પસાર થઈ રહેલા કપાસ ભરેલા ટ્રકમાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આથી હાલ સ્થનિકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ કરીને ફાયર બ્રિગેડને જાણ કરાઈ છે.

આગની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાથી ઘુંનડા-ખાનપર તરફ જવાના રોડ પર મેઘપર ઝાલા ગામના પાટિયા પાસે આજે કપાસ ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો. ત્યારે આ કપાસ ભરેલા ટ્રકમાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા રોડ ઉપર કપાસ ભરેલો ટ્રક ભડભડ સળગવા લાગ્યો હતો. આથી ડ્રાઇવરે ટ્રકને હાઇવે રોડની સાઈડમાં ઉભો રાખી દીધા બાદ રાહદારીઓ દ્વારા જે હાથ લાગ્યું તે વાસણમાં પાણી ભરીને ટ્રક ઉપર લાગેલી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરી આ બનાવની ફાયર બ્રિગેડને જાણ કરાઈ છે. જો કે આગ ક્યાં કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હાલ બહાર આવ્યું નથી. પરંતુ અંદાજીત 500 મણ કપાસ ભરેલા ટ્રકમાં આગ લાગતા લાખો રૂપિયાનો ટ્રક અને કપાસ બળી રહ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

- text

- text