અંતે ટંકારા સરકારી હોસ્પિટલને 16 વર્ષ પછી એમડી ડોક્ટર મળ્યા

- text


ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ ટંકારા તાલુકાના લાખો લોકોની માંગણીને તાબડતોબ સંતોષી

ટંકારા : માંદગીના બિછાને પડેલા ટંકારા સરકારી દવાખાનામાં એમડી ડોક્ટરની નિમણુંક માટે લાંબા સમયથી ઉઠેલી માંગને અંતે નવનિયુક્ત ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ પૂર્ણ કરી છે અને 16 વર્ષ બાદ અહીં એમડી ડોક્ટરને નિમણુંક આપવામાં આવી છે. હાલમાં ટંકારાના ખ્યાતનામ ડો.ચિખલિયાના પુત્ર ડો દિપ ચિખલિયાની નિમણુંક કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મહર્ષિ દયાનંદ સરસ્વતીની ભૂમિ ટંકારા તાલુકામાં સરકારી હોસ્પિટલમાં વર્ષોથી એમડી ડોક્ટર મુકવા માંગ ઉઠાવવામાં આવી હતી પરંતુ આ મામલે અત્યાર સુધીમાં નક્કર કાર્યવાહી થઈ ન હતી જો કે તાજેતરમાં ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા ચૂંટાઈ આવતા જ ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એમડી ડોક્ટરની નિમણુંક માટે સરકારમાં રજુઆત કરતાંની સાથે જ 16 વર્ષ બાદ અહીં એમડી ડોક્ટર તરીકે ડો.દીપ ચિખલિયાને નિમણુંક આપવામાં આવી છે.

- text

ઉલ્લેખનીય છે કે, રાજકોટ મોરબી રોડ પર છાશવારે બનતી દુર્ઘટના સમયે ધાયલ લોકોને સારવાર અર્થે મોરબી કે રાજકોટ જવાની ફરજ પડતી અને અનેક કિસ્સામાં સમયના વેડફાટને કારણે અજૂગતા બનાવ પણ બનતા ત્યારે ભાજપના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ તાત્કાલિક ટંકારાનો પ્રશ્ન હાથ ઉપર લઈ એમડી ડોક્ટરની નિમણુંક કરાવતા જ સોમવારથી ટંકારાના નાગરિકો માટે સોનાનો સૂરજ ઉગવા જેવી ખુશી જોવા મળી રહી છે.

- text