ટંકારા તાલુકાના ખેત તળાવડાં, નગરપાલિકા અને હોસ્પિટલ સહિતના પ્રશ્નો ભાજપના નવા ધારાસભ્ય સામે પડકાર 

- text


જનતાએ ભાજપને ફરી ગઢ સોંપી દીધો છે ત્યારે દુર્લભજીભાઈ લોકોને પડતી દુવિધા ઉકેલે તેવી જનતા જનાર્દનની માંગણી 

ટંકારા : વર્ષોથી ભાજપનો ગઢ ગણાતી ટંકારા – પડધરી બેઠક ઉપર જનતા જનાર્દને ફરી એક વખત ભાજપ ઉપર વિશ્વાસ મૂકી ઝળહળતી જીત અપાવી છે ત્યારે ટંકારા શહેર અને ગ્રામ્ય વિસ્તારની વર્ષો જૂની સમસ્યા ઉકેલે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તૂટી ગયેલા ખેત તળાવડાં, ટંકારા શહેરને નગરપાલિકાનો દરજ્જો આપવો અને હોસ્પિટલની સારવાર કરવાની તાતી જરૂર સહિતના પ્રશ્નો ભાજપના નવા ધારાસભ્ય સામે પડકાર બનીને ઉભા છે.

વિધાનસભા ચૂંટણીમાં ગઈકાલે જાહેર થયેલા પરિણામો બાદ ટંકારા બેઠક ઉપર પ્રજજનોએ ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીત અપાવી છે ત્યારે નવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સામે ગ્રામ્ય પ્રજા અને ટંકારા તાલુકાના પ્રજાના અણઉકેલ પ્રશ્નો વહેલી તકે ઉકેલે તેવી લાગણી સાથે આશા સેવી રહ્યા છે. ખાસ કરીને ટંકારા તાલુકામાં સિંચાઈ પ્રશ્નની સાથે નાની સિંચાઈ યોજનાના કૌભાંડ બાદ તૂટેલા ખેત તલાવડા પાચ વર્ષથી રીપેર ન થતા વરસાદી પાણી વેડફાઈ રહ્યા છે. ઉપરાંત ખેડૂતોને રાત્રે લાઈટની પીજીવીસીએલની પજવણી દુર કરવા માંગ ઉઠાવી છે.

- text

આ ઉપરાંત સ્વામી દયાનંદ સરસ્વતીની ભૂમિ ટંકારા શહેરને નગરપાલિકા બનાવવામાં આવે તેવી લાંબા સમયથી માંગ ઉઠી છે ત્યારે ટંકારાના સર્વાંગી વિકાસ અને ગ્રામીણ પ્રજાને મોટા શહેરો જેવી સુવિધા મળે તે બાબતને અગ્રીમતા આપી માંદગીના બિછાને પડેલ ટંકારા શહેરની સિવિલ હોસ્પિટલને એમડી ડોક્ટર આપી લોકોંને મોરબી કે રાજકોટના ધક્કા ન ખાવા પડે તે માટે જરૂરી પગલાંની આવશ્યકતા છે.

બીજી તરફ ટંકારા શહેરને કરોડોના ખર્ચે નવુ બસસ્ટેન્ડ મળ્યું છે પરંતુ શોભાના ગાંઠીયા સમાન આ બસસ્ટેન્ડમાં મોરબી- કચ્છ તરફથી આવતી બસ પ્રવેશતી જ ન હોય જનસુવિધા માટે બસસ્ટેન્ડને ધમધમતું કરવાની સાથે ટંકારા તાલુકાની સરકારી કચેરીમાં મહેકમની ધટ નિવારી પ્રજાના કામો સમયસર ગોઠવાય તેવી વ્યવસ્થા કરવા સહિતના કામો દુર્લભજીભાઈ માટે પડકારરૂપ બની રહેશે.

- text