ટંકારામાં ભાજપના ઉમેદવાર દુલર્ભજીભાઈ દેથરીયાની અંદાજે 10 હજાર મતે જીત નિશ્ચિત

- text


ટંકારા : ટંકારા બેઠક પર ફરી ભાજપનો ભગવો લહેરાય તેવા ઉજલા સંકેત મળ્યા છે. આજે ટંકારા બેઠકની વિધાનસભાની ચૂંટણીની મત ગણતરીમાં શરૂઆતથી સારી એવી લીડ સાથે આગળ રહેલા ભાજપના ઉમેદવાર દુલર્ભજીભાઈ દેથરીયાની અંદાજે 10 હજાર મતે જીત નિશ્ચિત મનાય રહી છે.

- text

ટંકારા બેઠક પર ભાજપના નવા ઉમેદવાર દુલર્ભજીભાઈ દેથરીયા અને કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરા વચ્ચે સીધો જ બરાબરીનો જંગ ખેલાયો હતો. ટંકારા બેઠકની આજે સવારથી શરૂ થયેલી મત ગણતરીમાં એક પછી એક રાઉન્ડમાં ભાજપ આગળ રહ્યું હતું. એકાદ વખત કોંગ્રેસ આગળ રહ્યા બાદ તમામ રાઉન્ડમાં ભાજપ મોખરે રહ્યું હતું અને ભાજપના ઉમેદવાર દુલર્ભજીભાઈ દેથરીયાની લીડ સતત વધતી જતી હતી. એ લીડને કોંગ્રેસના ઉમેદવાર કાપી શક્યાં ન હતા.જો કે આપના ઉમેદવાર મતો સારા મળ્યા પણ તેઓ ભાજપ અને કોંગ્રેસની લીડથી એ જોજનો દૂર રહ્યા હતા. ભાજપની સતત લીડ વધતી હોય છેલ્લા તબબકાના રાઉન્ડમાં ભાજપની જીત નિશ્ચિત ગણાય છે. આથી છેલ્લા તબબકાના રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર દુલર્ભજીભાઈ દેથરીયાનો અંદાજીત 10 હજાર મતથી વિજય નિશ્ચિત મનાય છે.

- text