મોરબી બેઠક પર કાનાભાઈનો 61 હજારની જંગી લીડથી વિજય 

- text


સતત પાંચમી વખત કોંગ્રેસના જયંતીલાલને કારમો પરાજય આપીને કાનાભાઈ વિજયી બન્યા

મોરબી : મોરબી બેઠક પર ભાજપના બાહુબલી નેતા કાનાભાઈ અમૃતિયાનો હવે વિજય થયો છે. તેમણે છેલ્લા તબબકામાં 60 હજારથી વધુ લીડ મળી હતી હવે આખરી રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર આવડી મોટી લીડ કાપી શકે એમ ન હોય આ બેઠક પર કમળ ખીલે તેવા ઉજલા સંકેત વચ્ચે તમામ રાઉન્ડ પુરા થતા 61 હજાર મતની જંગી લીડથી કાન્તિલાલ વિજેતા થયા હતા.

- text

મોરબી બેઠક પર ભાજપના બાહુબલી કાંતિલાલ અમૃતિયા અને કોંગ્રેસના જુના જોગી જયંતીલાલ પટેલ વચ્ચે આ વિધાનસભાની ચૂંટણીમાં પાંચમી વખત ટક્કર થઈ હતી. સતત ચાર વખત જયંતીલાલને હરાવનાર કાંતિલાલ આ વખતે પણ મેદાન મારી ગયા હતા. મત ગણતરી શરૂ થતાની સાથે જ કાનાભાઈને ઉત્તરોતર લીડ મળવા લાગી હતી અને એમની લીડ સતત વધતી હોવાથી કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ સતત મોટા મતના માર્જિનથી પાછળ રહી ગયા હતા અને છેલ્લા તબક્કાના રાઉન્ડમાં કાનાભાઈ 60 હજારથી વધુ મતની લીડથી આગળ રહ્યા હોય તમામ રાઉન્ડ પુરા થતા ભાજપના ઉમેદવાર કાનાભાઈ અમૃતિયાનો 61 હજારની જંગી લીડથી વિજય થયો હતો અને સતત પાંચમી વખત કોંગ્રેસના જયંતીલાલને કારમો પરાજય આપીને કાનાભાઈ વિજયી બન્યા હતા. કાનાભાઈ શરુઆતથી મત ગણતરીના તમામ રાઉન્ડમાં આગળ રહ્યા હતા અને છેલ્લે તો તેઓએ 60 હજારની લીડનો જુમલો ખડકી દેતા કોંગ્રેસનો કરુણ રકાસ થયો હતો. અને કાન્તિલાલનો 61 હજારથી વધુ મતથી વિજય થતા તેમના કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ હતી.

- text