ટંકારામાં કાકાનું ફેક્ટર કમળ હેઠળ કચડાયુ, ભાજપના દુલર્ભજીભાઈ દેથરીયાની જીત

- text


ભાજપનો ગઢ ગણાતી ટંકારા બેઠકને ગત ચૂંટણીમાં ગુમાવ્યા બાદ ફરી ભાજપે કબ્જે કરી

ટંકારા : ટંકારા બેઠકના આજે જાહેર થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કાકાના ફેક્ટર ઉપર ભાજપના કમળ રૂપી રોલર ફરી વળ્યું હતું. આથી કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના કાકા કામ બોલે વાળા ફેક્ટરને કચડીને ભાજપના નવા ચહેરા દુલર્ભજીભાઈ દેથરીયાનો ભવ્ય વિજય થયો હતો. આમ ભાજપનો ગઢ ગણાતી ટંકારા બેઠકને ગત ચૂંટણીમાં ગુમાવ્યા બાદ ફરી ભાજપે કબ્જે કરી હતી.

ટંકારા બેઠક પર ભાજપના નવા ઉમેદવાર દુલર્ભજીભાઈ દેથરીયા અને કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરા વચ્ચે સીધો જ બરાબરીનો જંગ ખેલાયો હતો. ટંકારા બેઠકની આજે સવારથી શરૂ થયેલી મત ગણતરીમાં એક પછી એક રાઉન્ડમાં ભાજપ આગળ રહ્યું હતું. એકાદ વખત કોંગ્રેસ આગળ રહ્યા બાદ તમામ રાઉન્ડમાં ભાજપ મોખરે રહ્યું હતું અને ભાજપના ઉમેદવાર દુલર્ભજીભાઈ દેથરીયાની લીડ સતત વધતી જતી હતી. એ લીડને કોંગ્રેસના ઉમેદવાર કાપી શક્યાં ન હતા.જો કે આપના ઉમેદવાર મતો સારા મળ્યા પણ તેઓ ભાજપ અને કોંગ્રેસની લીડથી એ જોજનો દૂર રહ્યા હતા. ભાજપની સતત લીડ વધતી હોય છેલ્લા તબબકાના રાઉન્ડમાં ભાજપની જીત નિશ્ચિત હતી. આથી તમામ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર દુલર્ભજીભાઈ દેથરીયાનો વિજય થયો હતો અને કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈની હાર થઈ હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, ટંકારા બેઠક છેલ્લા 25 વર્ષથી ભાજપનો ગઢ ગણાય છે. પરંતુ ગત ચૂંટણીમાં પાટીદાર ફેક્ટરને કારણે ભાજપના ગઢમાં ગાબડા પડ્યા હતા અને કોંગ્રેસના લલિતભાઈ કગથરા વિજેતા થયા હતા હવે આ વખતની ચૂંટણીમાં લીલીતભાઈએ કાકાના કામ બોલે છે એવું જબરદસ્ત ફેક્ટર ચલાવ્યું હતું પરંતુ એ ફેક્ટરને મતદારોએ જાકારો આપતા ગત વખતે ગુમાવેલી ટંકારા બેઠકને ભાજપે ફરી કબ્જે કરી છે. ટંકારાનો ભાજપે ગઢ જાળવી રાખતા કાર્યકરોએ ઉત્સાહ સાથે વિજ્યોત્સવ મનાવ્યો હતો.

 

- text