વાંકાનેરમાં ભાજપના ઉમેદવાર જીતુ સોમાણીની અંદાજે 11 હજાર મતની લીડથી જીત

- text


સતત ત્રણ ટર્મથી વાંકાનેર વિજેતા થયેલા કોંગ્રેસને ઉખાડીને કમળ ખીલ્યું 

વાંકાનેર : વાંકાનેર બેઠક પર આજે સવારથી હાથ ધરાયેલી મત ગણતરી વચ્ચે એક પછી એક રાઉન્ડ ખુલતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર થઈ હતી. જો કે આપના ઉમેદવારે પણ ખાસ્સું જોર કર્યું હતું. પરંતુ મત ગણતરીના તમામ રાઉન્ડ પુરા થતા વાંકાનેર બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે અને ભાજપના ઉમેદવાર જીતુ સોમાણીની 11 હજાર મતની લીડથી જીત થઈ હતી.

- text

વાંકાનેર બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુ સોમાણી અને કોંગ્રેસના ઉમેદવાર મહંમદ જાવીદ પીરજાદા તેમજ આપના ઉમેદવાર વિક્રમ સોરાણી વચ્ચે ત્રિપાખીયો જંગ ખેલાયો હતો. આજે સવારથી મત ગણતરી શરૂ થતાની સાથે એક પછી એક રાઉન્ડ ખુલતા ક્યારેય ભાજપ આગળ તો ક્યારેય કોંગ્રેસ આગળ એમ સતત બન્ને વચ્ચે કસોક્સની ટક્કર થઈ હતી. જો કે આપના ઉમેદવારના મતનો પણ સતત વધારો જોવા મળ્યો હતો. આપના ઉમેદવારને પણ મોટા માર્જિનથી મત મળ્યા હતા. પણ તેઓ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની લીડ કાપી શક્યા ન હતા. ભારે કસોક્સની લડાઈ વચ્ચે મત ગણતરીના તમામ રાઉન્ડ પુરા થતા ભાજપના બાહુબલી જીતુ સોમાંણીનો 11 હજારથી વધુ મતથી વિજય થયો હતો. વાંકાનેરમાં છેલ્લી સતત ત્રણ ટર્મથી જીતતા કોંગ્રેસના ઉમેદવાર મહમહ જાવીદ પીરજાદાને તેઓએ કારમો પરાજય આપ્યો હતો. આમ સતત ત્રણ ટર્મથી વાંકાનેર વિજેતા થયેલા કોંગ્રેસને ઉખાડીને કમળ ખીલ્યું છે.

- text