ટંકારા પડધરી બેઠકનાં ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈએ એક્ટિવા ઉપર જઈ કર્યું મતદાન

- text


મોરબી : મોરબી જિલ્લાની ટંકારા બેઠક ઉપર ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરિયાએ આજે અનોખા અંદાજમાં મતદાન કર્યું હતું.

ટંકારા બેઠકના ઉમેદવાર દુર્લભજી દેથરિયાએ આજે સવારે પોતાના ઘેર વૃદ્ધ માતાના આશીર્વાદ લઈ માતાજીના દર્શન કર્યા બાદ કુમકુમ તિલક કરાવ્યું હતું અને બાદમાં દહીંની ચમચી આરોગી પોતાના પત્ની સાથે એક્ટિવા ઉપર વતન લીલાપર ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા.

- text

- text