ભુક્કા કાઢ્યા ! મોરબીમાં 13 મતદાન મથકો ઉપર 3 કલાકમાં 300 મત પડ્યા

- text


સૌથી વધુ મતદાન કેશવનગર જીવાપર બૂથમાં ત્રણ કલાકમાં 46.58 ટકા મતદાન

મોરબી : મોરબી – માળીયા બેઠક ઉપર જાગૃત મતદારો સવારથી જ મતદાન મથકે જઈ રાષ્ટ્રીય ફરજ પૂર્ણ કરી ઉત્સાહ સાથે લોકશાહીનો પર્વ ઉજવી રહ્યા છે ત્યારે મોરબીના 13 ગામોના મતદાન મથક એવા છે જ્યાં પ્રથમ 3 કલાકમાં જ 300 મતદારોએ મતદાન કર્યું હતું જેમાં જીવાપરના કેશવનગર બુથમાં તો મતદારોએ ભુક્કા બોલાવે તેવું ત્રણ કલાકમાં 46.58 ટકા મતદાન કર્યું હતું.

- text

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ પ્રથમ ત્રણ કલાકમાં મોરબી – માળીયા બેઠકના 13 મતદાન મથકો એવા હતા જ્યાં 300થી વધુ મતદારોએ મતદાન કર્યું હતું જેમાં સરદાર બાગ પાછળ આવેલ સરદારનગર પ્રાથમિક શાળામાં 28.59 ટકા, નિર્મલ વિદ્યાલયમાં 28.86 ટકા, આંબાવાડી તાલુકા સ્કૂલ 30.51 ટકા, નીલકંઠ વિદ્યાલય 27.76 ટકા, નિર્મલ વિદ્યાલયમાં 28.13 ટકા, જીવાપર (ચ) 30.97, કેશવનગર જીવાપર 46.58 ટકા, શાંતિવન પ્રાથમિક શાળા 28.83 ટકા, નવા સાદુળકા 35.59. નિર્મલ વિદ્યાલય કેનાલ રોડ 28.02 ટકા, વિવેકાનંદ કન્યા પ્રાથમિક શાળા 24.98 ટકા, નિર્મલ વિદ્યાલય કેનાલ રોડ 29.29 ટકા અને હરીપર પ્રાથમિક શાળા 27.83ટકા મતદાન થયું હતું.

online voting , vote , election. vector illustration.

- text