ટંકારા બાદ મોરબીમાં પણ ભાજપના ઉમેદવારને મત આપતા હોવાના ફોટા વાયરલ

- text


બબ્બે જગ્યાએ મતદાન ગુપ્તતાનો ભંગ થતા ચૂંટણી તંત્ર ચોકયું

મોરબી : મોરબી જિલ્લાની ત્રણેય બેઠક પર શાંતિપૂર્ણ વાતાવરણ ચાલી રહેલા મતદાન વચ્ચે મતદાનની ગુપ્તતાનો ભંગ થયો હોવાનું સામે આવતા જબરી હલચલ મચી ગઇ છે. જેમાં પહેલા ટંકારામાં ભાજપના ઉમેદવારને મત આપતા હોય એવા ફોટા વાયરલ થયા બાદ આ ઘટના મોરબીમાં પણ બનતા ચૂંટણી તંત્ર ચોકી ઉઠ્યું છે.

- text

મોરબી બેઠકમાં ચાલી રહેલા મતદાન વચ્ચે એક બુથમાં કોઈ વ્યક્તિ ઇવીએમ મશીનમાં ભાજપના ઉમેદવારને મત આપતો હોય તેવો ફોટો વાયરલ થયો છે. આ ફોટામાં ફક્ત ઇવીએમ મશીનમાં ભાજપના ચિહ્ન પર બટન દબાવતો અગુઠો જ દેખાઈ છે. કઈ વ્યક્તિ મત આપે છે તેનો ચહેરો જોવા મળતો નથી. મતદાન બુથ ઉપર ચુસ્ત પોલીસ અને અર્ધ લશ્કરી દળો તેમજ પોલીગ સ્ટાફની હાજરી વચ્ચે પણ મતદાનની ગુપ્તતાનું ખંડન થતા ચૂંટણી તંત્ર વધુ સતર્ક બન્યું છે અને મતદાનની ગોપનીયતા જળવાઈ રહે તેવી વિશેષ કાળજી રાખવા તેમજ આવી હરફત કોણે કરી તે દીશામાં ચૂંટણી તંત્રએ તપાસ હાથ ધરી છે.

- text