વાંકાનેરના પીપળીયા રાજ ગામે રીક્ષાની ઠોકર બાઈક ચાલક ઇજાગ્રસ્ત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે જીજે – 36 – ડબ્લ્યુ – 1392 નંબરની સીએનજી રીક્ષાના ચાલકે જીજે – 03 – સીએચ – 1587 નંબરનું બાઈક લઈને જઈ રહેલા શાયર નામના યુવાનને હડફેટે લઈ જમણી આંખ, જમણા પગે તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચાડતા યુવાનના પિતા મકબુલહુસેન મામદભાઈ શેરસિયા રહે.સિંધાવદર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text