મોરબી, વાંકાનેર અને ટંકારામાં મોકપોલ દરમિયાન 32 ઇવીએમમાં ખોટકો

- text


મોકપોલમાં ખામી સામે આવતા બીયું, સીયું અને વિવિપેટ સહિત 32 ઇવીએમ બદલાયા

મોરબી : આજે ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદાન પહેલા ઇવીએમમાં ગરબડી છે કે કેમ મત સરખી રીતે પડે છે કે કેમ એ ચકાસવા માટે અધિકારીઓ દ્વારા મોકપોલ કરવામાં આવતો હોય છે. ત્યારે આજે મોરબીમાં મોકપોલ દરમિયાન ખામી સર્જાતાં 13 બીયું, સીયું અને વિવિપેટ બદલવામાં આવ્યા હતા. જયારે વાંકાનેર બેઠકમાં 17 ઈવીએમ બદલવામાં આવ્યા હતા. આ રીતે ટંકારા પડધરી વિધાનસભા બેઠકમાં મોકપોલ દરમિયાન 2 બેલેટ યુનિટ, 2 કંટ્રોલ યુનિટ અને એક વીવીપેટ બદલવા પડ્યા અને મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોમાં મતદાન શરૂઆત પહેલા મોકપોલ દરમિયાન કુલ 32 ઈવીએમ બદલવા પડ્યા હતા.

- text

- text