મતદારોમા અદમ્ય ઉત્સાહ : મતદાન માટે કલાકે વારો આવે એટલી ભીડ

- text


બે જગ્યા રાજકીય પક્ષની હજુ પ્રચારની સામગ્રી હોય આચારસહિતા ભંગની ફરિયાદ ઉઠી

મોરબી : મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો ઉપર સવારથી મતદારોની લાઈનો લાગી હતી. હાલ મતદારોનો એટલો અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો કે, મતદાન મથકે કલાકે કલાકે વારો આવે એટલી ભીડ જામી હતી. બીજી તરફ બે જગ્યા રાજકીય પક્ષની હજુ પ્રચારની સામગ્રી હોય આચારસહિતા ભંગની ફરિયાદ ઉઠી હતી.

મોરબી – માળીયા, વાંકાનેર – કુવાડવા અને ટંકારા -પડધરી બેઠક ઉપર સવારથી મતદારોનો ઘસારો થઈ રહ્યો છે. વહેલી સવારથી અશક્ત વૃદ્ધો, મહિલાઓ અને યુવાઓ મતદાન કરવા માટે લાંબી લાઈનો લગાવી હતી. સવારથી ઉત્સાહભેર થઈ રહેલા મતદાનની વચ્ચે હાલ 11 વાગ્યે દરેક બુથો ઉપર દરેક મતદારોની મસ મોટી કતારો લાગી છે. અને હાલ મતદારોમાં એટલો ઉત્સાહ છે કે, દરેક બુથ ઉપર એક કલાકે વારો આવે એટલી મોટી ભીડ છે.

ટંકારામાં ભાજપના ઉમેદવારના મત આપતા હોય એવા ફોટા વાયરલ અને મોકપોલ દરમિયાન વિવિપેટ અને ઇવીએમ બદલવા પડવા સિવાય પ્રચારની તમામ સામગ્રી ઉતારી લેવી જોઈએ છતાં મતદાન મથકની આસપાસ 100 મીટરની અંદર ચકિયા હનુમાનજી પાસે અને સામાકાંઠે રાજકીય પ્રચારની સામગ્રી હજુ હોવાથી આચારસહિતાના ભંગની ફરિયાદ ઉઠી હતી. આ સિવાય એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું છે.

- text

- text