સવારે 9 વાગ્યા સુધીમાં મોરબીમાં 5.74 ટકા, ટંકારામાં 4.73 ટકા, વાંકાનેરમાં 4.98 ટકા મતદાન

- text


મોરબી : મોરબી બેઠક ઉપર આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે અને મતદારો સવારથી જ ઉમટી પડીને ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા આજે સવારે 8થી9 વાગ્યા વચ્ચેના મતદાનની સતાવાર ટકાવારી જાહેર કરવામાં આવી હતી. જેમાં મોરબી બેઠક ઉપર આજે સવારે 8થી 9 દરમિયાન 5.74 ટકા મતદાન થયું હતું. જેમાં પુરુષનું 7.54%, સ્ત્રીનું 3.81% ટકા સાથે સવારે 9 વાગ્યા સુધીમાં કુલ 5.74% મતદાન થયું છે. જ્યારે ટંકારા બેઠક પર પુરુષ 6.50 ટકા, સ્ત્રી ટકા સાથે કુલ 2.86 ટકા સાથે કુલ 4.73 ટકા, વાંકાનેરમાં પુરુષ 6.56, સ્ત્રી 3.29 ટકા સાથે કુલ 4.98 ટકા મતદાન થયું છે.

- text

- text