મોરબીમાં કોંગ્રસના ઉમેદવાર જયંતીભાઈ પટેલના કારખાનામાં ધોકા અને પાઈપથી તોડફોડ

- text


બનાવનું કારણ ચુંટણી હોવાની વાતો વહેતી થઈ પણ પોલીસે વાતનું ખંડન કર્યું, સિક્યુરિટીને રિક્ષાચાલક સાથે થયેલો ઝઘડો બનાવ પાછળ કારણભૂત હોવાનું પ્રાથમિક તારણ

મોરબી : મોરબીમાં એક કારખાનામાં ધોકા અને પાઈપથી તોડફોડ થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ કારખાનું કોંગી ઉમેદવાર જેન્તીભાઈ પટેલનું હોવાથી બનાવનું કારણ ચુંટણી હોવાની વાતો વહેતી થઈ હતી પણ પોલીસે તેનું ખંડન કર્યું છે.

મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ જે પટેલના ભડીયાદ રોડ ઉપર આવેલા વિન્ટેજ કારખાના ઉપર કોઈએ સાંજના 4:30 વાગ્યાની આસપાસ પથ્થરમારો અને ધોકા તથા પાઇપથી તોડફોડ કરી હતી. હુમલાખોરો રીક્ષા અને બાઈકમાં આવી આંતક મચાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ બનાવને ચૂંટણી સાથે જોડી દઈને અનેક વાતો વહેતી થઈ છે. પણ પોલીસે તેનું ખંડન કર્યું છે.

- text

બી ડિવિઝન પીઆઇ દેકાવડીયાએ જણાવ્યું હતું કે સિક્યુરિટીનો ઝઘડો હોય તેવું પ્રાથમિક જાણવા મળ્યું છે. રિક્ષાવાળા સાથે સીક્યુરિટીમેનને બોલાચાલી થાય છે. બાદમાં કાચમાં ધોકો મારે છે. આ મામલામાં પક્ષ કે ઉમેદવાર સાથે કઈ લેવાદેવા નથી તેવું જણાઇ આવે છે. હાલ આ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે.

- text