મોરબીની નાલંદા કિડ્સ વિદ્યાર્થીઓ વેપારી-ગ્રાહકની ભૂમિકામાં

- text


મોરબી: નાલંદા કિડ્સ મેઈન બ્રાંચમાં આજે બાળકોમાં માહિતી અને જ્ઞાનમાં વધારો થાય તે માટે વેપારી અને ગ્રાહકની ભૂમિકામાં આવ્યા હતા અને બચપણથી જ પુસ્તકના જ્ઞાનની સાથે વ્યવહારુ જ્ઞાન મળે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં એક ફળ અને શાકભાજીનું બજાર ઊભું કરવામાં આવ્યું હતું. જેમાં યુકેજી અંગ્રેજી માધ્યમ મને ગુજરાતી માધ્યમના બાળકોની મદદ લેવામાં આવી હતી

નાલંદા કિડ્સ મેઈન બ્રાંચમાં આજે બજાર ઉભું કરી બાળકો જ વિક્રેતા બન્યા હતા અને બાળકો જ ગ્રાહકો બન્યા હતા. આ પ્રવૃત્તિમાં બાળકોને વિવિધ ફળો અને શાકભાજીના સ્વાદ, રંગો, પોષક મૂલ્યો વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું અને આ શાકભાજી કેવી રીતે વેચી શકાય અને કેવી રીતે ખરીદી શકાય, માર્કેટ પ્લેસને લગતી દરેક વસ્તુનો સોદો કેવી રીતે કરી શકાય તે સહિતની માહિતી આપવામાં આવી હતી.

- text

- text