મોરબી જિલ્લાની 3 વિધાનસભાની બેઠક માટે 28મીએ લેવાશે સેન્સ : નિરીક્ષકોની ટિમ જાહેર

- text


 

મોરબી : વિધાનસભા ચૂંટણી જાહેર થવાને હવે થોડા દિવસો બાકી રહ્યા છે. તેવામાં ભાજપ દ્વારા ઉમેદવારોના નામ નક્કી કરવા પુરજોશમાં તૈયારીઓ ચલાવવામાં આવી રહી છે.જેના ભાગરૂપે 28મીએ મોરબી જિલ્લાની 3 વિધાસભા બેઠકમાં સેન્સ લેવામાં આવનાર છે. આ માટે નિરીક્ષકની ટિમ પણ જાહેર કરી દેવામાં આવી છે.

- text

નવેમ્બર મહિનાની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તેમ રાજકીય પક્ષો જીતવા માટેની તૈયારીઓને તેજ બનાવી રહ્યા છે. ભાજપ દ્વારા પણ આ વખતે કોઈ કચાશ ન રહે એ પ્રકારે તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ ભાજપ દ્વારા 65 મોરબી-માળિયા, 66 ટંકારા-પડધરી અને 67 વાંકાનેર-કુવાડવા આ ત્રણ બેઠકો માટે આગામી 28મીએ મોરબીની એલિટ સ્કૂલ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

મોરબી જિલ્લાની બેઠકોની સેન્સ પ્રક્રિયા માટે ભાજપ દ્વારા ત્રણ નિરીક્ષકોની ટીમ પણ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં મંત્રી રાઘવજીભાઈ મકવાણા, ગાંધીનગર જિલ્લા પ્રભારી હર્ષદભાઈ પટેલ અને પૂર્વ પ્રદેશ મંત્રી અલકાબેન મોદીનો સમાવેશ થાય છે.

 

- text