મોરબીના માધાપરમાં સામાન્ય બાબતે ડખ્ખામાં ફાયરીંગ : બેને ઇજા

- text


પોલીસે સ્થળ પર પોહચી તપાસ હાથ ધરી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી

મોરબી : મોરબીમાં માધાપર વિસ્તારમાં સામાન્ય બાબતમાં થયેલા ડખ્ખામાં ફાયરીંગ થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં બે લોકોને ઇજા પોહચી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પોલીસે સ્થળ પર પોહચી તપાસ શરૂ કરી બનાવની ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરી છે. જ્યારે તેહવાર દિવસોમાં મોરબીમાં માથાકૂટમાં ફાયરીંગની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી.

- text

આ બનાવની મળતી પ્રાથમિક વિગત મુજબ માધાપર શેરી નંબર 19 નજીક બાળકોના સામાન્ય ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. જેમાં બે પરિવાર વચ્ચે થયેલી માથાકૂટ એટલી હદ સુધી બધી ગઈ હતી કે આ ડખ્ખામાં ફાયરીંગ થયાનું જાણવા મળી રહ્યું છે. અને આ માથાકૂટમાં શનિ અને તુલસી નામના વ્યક્તિને ઇજા પોહચતા તેમને સારવારમાં ખસેડાયા છે. જ્યારે બનાવની જાણ થતાં મોરબી પોલીસ સ્થળ પર પોહચી તપાસ શરૂ કરી છે. અને બનાવ અંગે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

- text