માળિયાના હરિપર નજીક છોટા હાથી અને બસ વચ્ચે અકસ્માત : 2ના મોત, 8 ઇજાગ્રસ્ત

- text


 

રોંગ સાઈડમાં આવતા છોટાહાથી અને લકઝરી બસ વચ્ચે ધડાકાભેર ટક્કર : 4 એમ્બ્યુલન્સ દોડી ગઈ, ઇજાગ્રસ્તો સિવિલમાં સારવાર હેઠળ

મોરબી : માળિયાના હરિપર ગામ પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક છોટાહાથી અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા બે મહિલાના મોત થયા છે.જ્યારે 8 લોકોને ઇજાઓ પહોંચી છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર જેતપુરના પીઠડીયાનો પરિવાર છોટાહાથીમાં કચ્છના કબરાઉ જતો હતો. ત્યારે માળિયાના હરિપર ગામ પાસે સૂરજબારી રોડ ઉપર આજે સવારે 6 કલાકે રોંગ સાઈડમાં જતા છોટાહાથીની લકઝરી બસ સાથે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં છોટાહાથીમાં સવાર 2 લોકોના મોત થયા છે. જેમાં ચંદાબેન વિપુલભાઈ ઉ.વ.30 અને શારદાબેન છગનભાઇ ગોંડલીયા ઉ.વ.70 બન્ને રહે. પીઠડીયા તા.જેતપુરવાળાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત અકસ્માતમાં છોટાહાથીમાં જઈ રહેલાપ્રકાશભાઈ ઉ.વ.48, જેવીલ વિપુલભાઈ, ધીરુભાઈ ગોંડલીયા ઉ.વ.50, માહિબેન વિપુલભાઈ ઉ.વ.6, મઝરીબેન ચેતનભાઈ ગોંડલીયા ઉ.વ.9, દીપકભાઈ ઉ.વ.41, વિપુલભાઈ ગોંડલીયા ઉ.વ.36 અને નાથીબેન દેવરાજભાઈ પોકીયા ઉ.વ.70ને ઇજાઓ પહોંચી છે.

- text

આ અકસ્માત અંગે જાણ થતાં જ 4 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તેઓ સારવાર હેઠળ છે.

- text