મોરબી યાર્ડમાં એક સપ્તાહમાં કપાસની ઢગલા મોઢે આવક

- text


એક સપ્તાહમાં થયેલી 9686 કવીન્ટલ કપાસની આવકમાં સરેરાશ ઉંચા 1850ની ભાવે પ્રતિ મણની હરરાજી થઈ

મોરબી : મોરબીના માર્કેટીંગ યાર્ડમાં દિવાળી પહેલાં જિલ્લાના મુખ્યત્વે પાક ગણાતા કપાસ અને મગફળીની મબલખ આવક થઈ છે. જેમાં ખાસ કરી છેલ્લા એક સપ્તાહમાં કપાસની ઢગલા મોઢે આવક થઈ છે. એક સપ્તાહમાં થયેલી 9686 કવીન્ટલ કપાસની આવકમાં સરેરાશ ઉંચા1850ની આસપાસ ભાવે પ્રતિ મણની હરરાજી થઈ હતી.

મોરબી માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી કાંતિભાઈ વૈષ્નાણીએ જણાવ્યું હતું, ચોમાસું પૂરું થવાની અણીએ પહોંચે એટલે નવરાત્રી પહેલા જ દર વખતે કપાસ-મગફળીની આવક આવવાની સિઝન શરૂ થઈ જતી હોય છે. પણ આ વખતે ભરપૂર વરસાદ થયો હોવાથી સીઝનમાં આશરે 15 દિવસ મોડી શરૂ થઈ છે. ઘણા ખરા ખેતરમાં હજુ કપાસનો પાક ઉભો છે અને મગફળી પણ વીણાઈ નથી. ક્યાંક મજૂરોનો અભાવ હોય તો ક્યાંક પાક હજુ તૈયાર થયો ન હોવાથી સિઝન મોડી શરૂ થતાં છેલ્લા એક અઠવાડિયામાં માર્કેટીંગમાં કપાસની ભરપૂર આવક થઈ છે.

છેલ્લા એક અઠવાડિયામાં કપાસની 9686 કવીન્ટલ આવક અને કપાસનો પ્રતિ મણ ભાવ 1650 થી 1850 સૂધો ઉંચો ભાવ મળ્યો હતો. તેમજ દરરોજ કપાસની એવરેજ આવક 8 હજાર મણની રહી છે.જ્યારે મગફળીની એક અઠવાડીયામાં 2100 કવીન્ટલ આવક થઈ હતી અને સરેરાશ 1 હજારથી 1400ના ભાવે પ્રતિ મણ મગફળીની હરરાજી થઈ હતી. હવે 24 થી દિવાળી વેકેશન શરૂ થતું હોય પણ હજુ શનિવાર સુધી માર્કેટ યાર્ડ ખુલ્લું રહેતા કપાસ મગફળીની આવક વધવાની શકયતા છે.

- text

- text