ટંકારામાં ઈદે મિલાદુન નબી પર્વની કોમી એખલાસ સાથે ઉજવણી

- text


રાજબાઈ ગરબી મંડળ તેમજ જય વેલનાથ ગ્રુપ દ્વારા ઠંડા પીણા તેમજ લીંબુ સરબતનું વિતરણ

ટંકારા : ટંકારા ખાતે હઝરત મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસની ખુશીમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ જુલુસ કાઢવામાં આવ્યું હતું. જશ્ને ઈદે મિલાદ પર્વે ડીજેના તાલે મુસ્લીમ બિરાદરો દ્વારા હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય બજારોને શણગારવામાં આવી હતી અને હિન્દુ મુસ્લીમ એકતાના પ્રતિકરૂપે રાજબાઈ ગરબી મંડળ તેમજ જય વેલનાથ ગ્રુપ દ્વારા ઠંડા પીણા તેમજ લીંબુ સરબત વિતરણ કરવામાં આવ્યું હતું

ઇસ્લામ ધર્મના સ્થાપક અને શાંતિ અને માનવતાનો સંદેશ દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડનાર મહાન પેગંબર હજરત મહંમદ સલલ્લાહો અલયહે વ સલ્લમ જન્મદિવસ જે ઇદે મિલાદુન્નબી તરીકે પણ ઓળખાય છે. જે નિમિત્તે આખી દુનિયાના મુસલમાનો પહેલા ચાંદથીજ પોતાના ઘરો શેરી મહોલ્લાઓ અને પોતાના ધર્મ સ્થળોને પુરા બાર દિવસ સુધી સીરીઝ, ગુબ્બારા ઈસ્લામી ઝંડા, ડાન્સિંગ લાઈટો વગેરેનું ડેકોરેશન કરી શણગારાય છે જેમાં ટંકારા ખાતે સમગ્ર મુસ્લિમ વિસ્તારને રોશનીથી શણગારી જગમગતા કરાયા હતા સાથે રોમાંચિત કરે એવા ડેકોરેશનને જોવા લોકો ઉમટી પડ્યા હતા.

ટંકારા ખાતે મોહમ્મદ પયગંબર સાહેબ ના જન્મ દિવસની અદકેરી ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે આતશબાજી સાથે બપોરે શહેરના રાજમાર્ગો પર યાત્રા યોજાઈ હતી. જેમાં મુસ્લિમ બિરાદરો સહિત શહેરના હિન્દુ સમાજના લોકો પણ જોડાયા હતા. શહેરના ભાગોળે આવેલી જમજમ નગરના સમસુદીન ચૌધરી, વાહિદ ચૌધરી, રીયાઝ ચૌધરી, ફિરોઝ ચૌધરી, હુસૈન ચૌધરી, નસરુદ્દીન ચૌધરી, અબ્દુલ ચૌધરી, જાબિર ચૌધરી, સાહીદ ચૌધરી, રહીમ ચૌધરી, એજાઝ ચૌધરી, પરવેઝ ચૌધરી, રહીમ મૈસાણીયા, નજરુદીન, રફીક મૈસાણીયા, મકબુલ મૈસાણીયા, સૈકુલ ચૌધરી, ખુરશીદ ગુલાબ, ઇકબાલ ચૌધરી, અલફૈઝ નવાજ, અવૈશ ચૌધરી સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી મહોલ્લામાં રોશની અને શણગાર કર્યો હતો.

જશ્ને ઈદે મિલાદ પર્વે પ્રસંગે ટંકારાના વેલનાથ ગ્રુપ તરફથી અરવિંદ ભુવા, મગન પરમાર, કોળી અગ્રણી કાનો, ભરત બાબરીયા, પરેશ, નવઘણ, સંજય અને સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડાએ ગરમીના વાતાવરણ માં લીંબુ સરબત પીવડાવી કોમી એકતાની મિશાલ જગાવી હતી આ તકે પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એવી સરાહનીય કામગીરી રહી હતી.

- text

- text