રાજકીય પક્ષો આભડછેટ દૂર કરવા વચન આપે, હળવદમાં સંસ્થા દ્વારા અનોખો સંદેશ

- text


નવસર્જન ટ્રસ્ટ દ્વારા 275 ફુટનુ બેનર સાથે ઈવીએમ મશીનનું પ્રદર્શન કરાયું

હળવદ : આગામી ચૂંટણી અન્વયે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે ત્યારે મોરબી જિલ્લાના હળવદમાં વઢવાણ શહેરના નવસર્જન ટ્રસ્ટ તેમજ હળવદના અનુસૂચિત જાતિના યુવાન દ્વારા રાજકીય પક્ષો દ્વારા આભડછેટ નાબૂદ કરવા ચુંટણી ઢંઢેરો જાહેર કરે તેવી માંગ સાથે હળવદના સરા રોડ ઉપર 275 ફૂટ લાંબુ બેનર રજુ કરીને રાજકીય પક્ષોને સંદેશો પાઠવ્યો હતો. સાથે જ 9 ફૂટ ઈ.વી.એમ મશીન દ્વારા નિર્દશન પણ કરાયું હતું.

આગામી સમયમાં રાજ્યમાં ચૂંટણી યોજનારી છે ત્યારે તે પહેલા રાજકીય પક્ષો દ્વારા વિવિધ વાયદાઓ કરી રહ્યા છે તે રાજ્યના અનુસૂચિત સમાજના આ વાયદાઓમાં આભડછેટ નાબૂદ કરવાનો વચન આપવાની માંગણી સાથે રાજ્યમાં વિવિધ સ્થળે 90 તાલુકામાં વઢવાણના નવસર્જન ટ્રસ્ટ દ્વારા આભડછેટ દુર કરવા મામલે બીડુ ઝડપ્યું છે. ત્યારે હળવદના સરા રોડ ઉપર 275 ફૂટ લાંબા બેનર અને ઈ.વી.એમ મશીન સાથે 90 તાલુકામાં પ્રદર્શિત કરવા નક્કી કરાયું છે.

વધુમાં રવિવારે હળવદ શહેરના સરા રોડ ઉપર આવેલ ઢવાણીયા દાદા મંદિર પાસે 275 ફૂટ લાંબા બેનર સાથે આભડછેટ દૂર કરવાનો સંદેશો પાઠવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં હળવદ શહેર અને આસપાસના ગામોના અનુસૂચિત સમાજના યુવાનો અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા નવસર્જન ટ્રસ્ટના મહેશભાઈ રાઠોડ નટુભાઈ પરમાર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text