મોરબી જિલ્લાની 90 ગૌશાળાને 1 લાખ કિલો સુખડી અર્પણ કરતા કાનાભાઈ અમૃતિયા

- text


20 દિવસ કરતા વધુ સમયથી કાંતિલાલ અમૃતિયા અને ઉધોગકારો, શિક્ષકો તેમજ કાર્યકરો સહિતની ટીમ દ્વારા ટનબંધ સુખડી બનાવવાનું ચાલતું અભિયાન

ગૌશાળામાં ગાયોની જરૂરિયાત મુજબ પહોંચાડવામાં આવતી ઔષધીય સુખડી : દરેક મંદિરોને દીવા કરવા માટે આપશે શુદ્ધ ઘી

મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા દેશના વડાપ્રધાન મોદીના 72માં જન્મ દિવસની સેવાકીય કાર્યો થકી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને તેઓ અને ઉધોગકારો, શિક્ષકો તેમજ કાર્યકરો સહિતની ટીમ દ્વારા એક માસથી ગૌમાતા માટે સુખડી બનાવીને ખવડવાનું સેવાકીય કાર્ય કરીને વડાપ્રધાન મોદીના જન્મ દિવસની ઉજવની કરવાનો રેકોર્ડ ધરાવે છે. છેલ્લા 20 દિવસથી સુખડી બનાવીને જરૂરિયાત મુજબ ગૌશાળાઓને સુખડી પહોંચડાવામાં આવી છે. દરેક મંદિરોને દીવા કરવા માટે શુદ્ધ ઘી આપવામાં આવશે.

કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા તેમના દ્વારા તમામ જ્ઞાતિના કારોનાના દિવગંતોના મોક્ષાર્થે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથા બેસવાડવઃ આવી હતી. ત્યારે કોરોના દિવગંતોના આત્માની શાંતિ માટે મોરબી જિલ્લાના દરેક મંદિરોને દિવા કરવા માટે શુદ્ધ ઘી અપવામાં આવશે. કથા દરમિયાન ભજનમાં કે અન્ય કાર્યમાં એકઠું થયેલું દાનથી આ સેવાકાર્ય કરવા તેમજ અન્ય સેવાકાર્ય કરવાનું આયોજન કરાયું હોય ત્યારે દેશના વડાપ્રધાન મોદીના 72 જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવા માટે ગૌમાતાઓને સુખડી બનાવીને ખવડાવાનું આયોજન કરવામાં આવ્યું હતું શરૂઆતમાં મોદીના 72માં જન્મદિવસ નિમિત્તે 72 હજાર કિલો સુખડી બનાવવનું નક્કી કરાયું હોય પણ આ સેવાકાર્યમાં જરૂરિયાત વધતા દાનમાં પણ અમારા દ્વારા નાણાં ઉમરીને 1 લાખ કિલો સુખડી બનવવાનું સેવાકાર્ય છેલ્લા 20 દિવસથી ચાલી રહ્યું છે. કોઈએ આ રીતે વડાપ્રધાન મોદીના જન્મ દિવસની ઉજવણી એક માસ જેટલો લાંબો સમય સુધી કરી હશે એ કદાચ પ્રથમ બનાવ હશે.

કાંતિલાલે વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા 20 દિવસથી દરરોજ હજારો કિલો ઔષધિયુક્ત સુખડી બનાવવામાં આવી રહી છે. હું જાતે તેમજ અમારી ટીમમાં ઉધોગકારો, શિક્ષકોથી માંડી મોટા અગેવાનો અને કાર્યકરો પણ રાત દિવસ જોયા વગર આ સેવાકાર્યમાં મહેનત કરી રહ્યા છે. જેમાં તેમની ટીમ દ્વારા હજારો કિલો શુદ્ધ ઘી, તેલ, લોટ તેમજ મરી મસાલા મંગાવી સ્થળ ઉપર 15 જેટલા તાવડા મૂકી એક તાવડામાં 100 કિલોથી વધુ સુખડી બનાવવામાં આવી છે. સુખડી બનાવવા માટે તાવડામાં ગોળ ઓગળવાથી માંડીને તાવડામાંથી સુખડી બની જાય પછી ઉતારીને મોટા વાસણમાં સુખડી દબાવવા સુધનું તમામ કાર્ય અમારી ટીમના દરેક લોકોએ જાતે જ સાંભળી લીધું છે. જો કે ગોળ હોય ત્યાં કીડી મકોડા ભેગા થતા હોય પણ અમારે ત્યાં કીડી મકોડા આવતા નથી. એનું કારણ અમે લોકો કીડી મકોડાને અલગથી સુખડીનો પ્રસાદ ધરીએ છીએ. જ્યારે મોરબી જિલ્લાની નાની મોટી મળીને 90 જેટલી ગૌશાળા હોય તેમાં જરૂરિયાત મુજબ સુખડી મોકલવામાં આવે છે. જેમાં અમુક ગામની ગૌશળામાં 50 જેટલી ગાય હોય તો એક રાઉન્ડ જ્યારે સાર્વજનિક પાંજરાપોળ કે મોટી ગૌશાળા હોય તો ત્યાં ત્રણ રાઉન્ડમાં સુખડી મોકલવામાં આવે છે. આ રીતે એક લાખ કિલો સુખડી ગૌમાતાને ખવડાવામાં આવશે. તેમજ અમારે ત્યાંથી દરેક મંદિરોના સંચાલકોને દિવા કરવા માટે વિનામૂલ્યે શુદ્ધ ઘી લઈ જવા અપીલ કરવામાં આવે છે.

- text

- text