સજનપરની શાળાના 70મા સ્થાપના દિનની તેમજ નવરાત્રી મહોત્સવ ઉજવણી કરાઈ

- text


ટંકારા : તાજેતરમાં સજનપર પ્રાથમિક શાળાના ૭૦માં સ્થાપનાદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના પાયાના પથ્થર અને ગામના મોટા ભાગના લોકોએ જેમની પાસે અભ્યાસ કરેલ છે, એવા મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જસમતભાઈ ભેંસદડિયા સાહેબ તેમજ સજનપર શાળાના જ ભૂતપૂર્વ શિક્ષિકા બહેન દમયંતિબેન તરફથી શાળાના તમામ બાળકોને જમાડવામાં આવ્યા હતા.

જસમતભાઈ ભેંસદડિયા દ્વારા સજનપર શાળાના ઇતિહાસ વિશે બાળકોને માહિતી આપવામાં આવી હતી. આ સાથે શાળમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવી હતી. જેમાં વિવિધ પ્રકારના ઇનામો પણ આ શિક્ષક તરફથી આપવામાં આવ્યા હતા. જેમાં ધો.૧ અને ધો.૨ માટે વેલ ડ્રેસ- કુમાર અને કન્યા બંને માટે, ધો. ૩ થી ૫માં વેલ ડ્રેસ, પ્રિન્સ, પ્રિન્સેસ, ધો. ૬ થી ૮માં વેલ ડ્રેસ,પ્રિન્સ, પ્રિન્સેસ

જેવા ઇનામો આપ્યા હતા જે બદલ શાળા પરિવાર દ્વારા જસમતભાઈનું શાલથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ રીનાબેન જાદવ, SMC અધ્યક્ષ નંદલાલભાઈ રૈયાણી, SMC સભ્યો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ખાસ હાજર રહી બાળકોના ઉત્સાહમાં વધારો કરેલ હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તેમજ શાળાના તમામ શિક્ષકોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. જે બદલ ગામના સરપંચે શાળા પરિવારને અભિનંદન આપેલ છે.

- text

- text