મોરબીમાં ઈંગ્લીશ દારૂ સાથે ગેરેજનો ધંધાર્થી ઝડલાયો 

- text


મોરબી : મોરબીમાં પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબીના ભક્તિનગર સર્કલ પાસે સિલ્વર કોમ્પલેક્ષમા આવેલ સત્યમ ઓટો ગેરેઝની પાસે જાહેરમા ભારતીય બનાવટની વિદેશીની બુલ્સ ઈ ક્લાસીક બ્લેન્ડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલની કંપની શીલબંધ બોટલ નંગ.૨ કુલ કિ રૂ ૧૦૦૦ તથા મેકડોલ્સ નં.૧ રિઝર્વ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ ના કંપની શીલબંધ ચપલા નંગ-૨ કુલ કિ રૂ ૨૦૦ એમ કુલ કિ રૂ.૧૨૦૦ ના મુદામાલ સાથે આરોપી કિરણભાઈ મુળરાજભાઈ આશર (ઉ.વ.૩૩ ધંધો ગેરેજ રહે જુના જાબુડીયા ધર્મસિધ્ધિ સોસાયટી તા.જી.મોરબી)ને ઝડપી લીધો હતો.જ્યારે આ દારૂ આપનાર ફરાર આરોપી વિશાલભાઈ મહેશભાઈ બારોટ (રહે વાવડી રોડ મોરબી)ને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

- text